ઝુબૈદા વલિયાણી
ઉંબરો ઓળંગતાં પહેલાં વિચારી જુઓ કે,
-ઉંબર બહારની દુનિયાને જીરવવી સહેલી નથી હોતી
- અને તેમાંય ખાસ કરીને સ્ત્રીઓ માટે
- સિવાય કે પિયરનો ભરપૂર ટેકો અને સહકાર હોય
- સહાનુભૂતિ હોય
- પુરુષોનું તો તે પછી
* ઘર,
* પરિવાર
* કામધંધો એમ બધું તેનું તે જ રહે છે,
* જ્યારે ભોગવવાનું સ્ત્રીના ભાગે જ આવતું હોય છે.
* તેને એકડે એકથી શરૂ કરવાનું રહે છે.
* વળી સ્ત્રીએ જો સ્વમાનનો અને
* લાગણીઓનો મુદ્દો આગળ કરીને ઘર છોડ્યું હશે
* તો સ્વમાન ભંગ થાય ને
* લાગણીઓને ઠોકરે ચઢાવાય તેવા તો કંઈ કેટલાય પ્રસંગો તે પછી પિયરમાં અને સમાજમાં અનુભવાશે.
* તો પછી શું પિયર પણ છોડી દેશો?
- વળી મોટા ભાગની યુવતીઓ સંતાનો પ્રત્યેની લાગણીવશ થઈ તેમને પણ સાથે લઈને ઘર છોડતી હોય છે.
- મૂકીને આવે તોય દુ:ખી અને લઈને જાય તોય પ્રશ્ર્નો સર્જાતા હોય છે.
- તેઓ વિચારે છે કે પિયરમાં નાનું-મોટું કામ મેળવી લેશે,
* નોકરી મળી જશે
* એટલે બધું ઠીક થઈ જશે ને
* પતિને પણ સબક મળી જશે,
* પણ ખરો સબક તો એને જ મળી જાય છે,
* ધારેલું કંઈ થતું નથી ને દુ:ખનો કોઈ પાર નહીં...!
- એના વહાલા પિયરમાં હવે એ ‘પરાયાધન’નું પહેલાં જેવું માન-સ્થાન રહેતું નથી,
- તેની વિદાય ટાણે હૈયું ફાડીને રડેલાં એ જ મા-બાપ હવે પાછી આવેલી લાડકવાયી માટે એટલો ઉમળકો નથી બતાવતાં.
- બે-ચાર દિવસ રહેવા આવે તો ખુશી ખુશી,
- પણ માથે પડેલી દીકરી ભાઈ-ભાભી સુધ્ધાંને ખૂંચવા લાગે છે.
- તે પછી ચાલે છે તેના અને બાળકોના આર્થિક પ્રશ્ર્નો,
- ઉછેર,
- ભણતર વગેરે...વગેરે...!
- તે દરમિયાન આળું થયેલું મન કોઈની જરા સરખી પણ ટકોર સહી શકતું નથી ને છાને ખૂણે હૈયું ઠલવાઈ જાય છે.
- મા-બાપને ખૂલીને કહેવાય નહીં, કેમ કે એ પણ ભાઈ-ભાભીના રાજમાં ઘણા અંશે લાચાર હોય છે.
- સામે ભાભીઓ નાક ચડાવે કે પોતાનું સંભાળી ના શક્યાં અને અમારું બગાડવા આવી ગયાં...!
* ધીરે ધીરે એની હિંમત તૂટતી જાય છે
* જુસ્સો પણ ઓસરતો જાય છે.
* શાંતિથી વિચારતાં પોતાની ભૂલો નજરે ચડે છે ને પછી હૈયું પતિને ઝંખે છે
* પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી સમાધાનના રસ્તા પણ જડતા નથી.
- સિવાય કે કોઈ મજબૂત મધ્યસ્થી હોય અને
- સામેવાળા પણ તે માટે તૈયાર હોય
- આમ એક આખું ફૅમિલી રખડી પડે છે
- ‘મુંબઈ સમાચાર’ પત્રની વહાલી લાડકી પૂર્તિની અતિ વહાલી વાચક બહેન-દીકરીઓ!
- મોટી સમસ્યાઓ કે જીવને જોખમ હોય તેવા પ્રશ્ર્નો હોય તો જ ઘર છોડવાનું વિચારાય પણ
- નાના-નાના પ્રશ્ર્નો તો સૌને સર્જાતા હોય છે
- એમ ઝટ દઈને ઘર છોડી દેવાનો નિર્ણય તો એથીય પીડાદાયક બની રહેતો હોય છે
- સારું તો એજ રહેશે કે તમારા ભાગે આવેલી જિંદગી અને
- સ્વજનોની પૂરી ધીરજ
- સમર્પિતતાથી જીવી લેવામાં જ શાણપણ છે,
કેમ કે
- ગમે તેટલી વહાલી
- બહેન
- દીકરી હોય પણ
- તે તો સાસરે જ શોભેને...!
સોનાની વાત!
* મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે.
* એકાંતમાં કામને જીતે એ વીર છે
* પત્નીની પસંદગી હોય, માની પસંદગી હોય નહીં...!