Sun Aug 30 2026

Logo

કિંગ ચાર્લ્સ અને ટ્રમ્પની મુલાકાત ‘ઓફ-કેમેરા’ રહેશે! બ્રિટીશ અધિકારીઓને છે આ વાતનો ડર

Washington DC   2026-04-28 14:44:00
Author: Savan Zalariya
કિંગ ચાર્લ્સ અને ટ્રમ્પની મુલાકાત ‘ઓફ-કેમેરા’ રહેશે! બ્રિટીશ અધિકારીઓને છે આ વાતનો ડર


વોશિંગ્ટન ડી સી: વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ સતત વધી રહ્યો છે, યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે પણ ઈરાન મુદ્દે મતભેદો ચાલી રહ્યા છે. એવામાં યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજા વોશિંગ્ટન ડીસીની મુલાકાતે જવાના છે, આ દરમિયાન તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરશે. અહેવાલ મુજબ આ બેઠક “ઓફ-કેમેરા" રાખવામાં આવશે.

નોંધનીય છે કે ટ્રમ્પની વિદેશી મહાનુભાવો સાથે જાહેરમાં મીડિયા સામે વાતચીત કરતા હોય છે, પરંતુ  અગાઉની મુલાકાતોથી વિપરીત કિંગ ચાર્લ્સ સાથે ટ્રમ્પની મુલાકાત બંધ બારણે રહેશે, આ મુલાકાતનું  વિડીયો રેકોર્ડીંગ કરવામાં નહીં આવે. એહવાલ મુજબ બ્રિટીશ અધિકારીઓ યુએસને આ બેઠક ઑફ-કેમેરા રાખવાની વિનંતી કરી હતી.

બ્રિટિશ અધિકારીઓએ આ વાતનો ડર:
એક અહેવાલ મુજબ બ્રિટિશ અધિકારીઓએ ડર છે કે યુએસ રાષ્ટ્રપતિ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની માફક કિંગ ચાર્લ્સનું પણ જાહેરમાં અપમાન ન કરી બેસે.  
નોંધનીય છે કે ગયા વર્ષે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટ્રમ્પ, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સાથે મુલાકાત કરી હતી, ત્યાર ટ્રમ્પે તેમને જાહેરમાં ઠપકો આપ્યો હતો. મીટિંગ દરમિયાન ઝેલેન્સકીના અપમાનનાં દ્રશ્યોનું વિશ્વભરમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. 
અહેવાલ મુજબ  કિંગ ચાર્લ્સ અને ટ્રમ્પ દ્વિપક્ષીય મીટિંગ પહેલાં કેમેરા સાથે પોઝ આપશે, પરંતુ કોઈ વાતચીત નહીં કરે.

કિંગ ચાર્લ્સ યુએસ કોંગ્રેસને સંબોધશે:
અહેવાલ મુજબ યુએસની ચાર દિવસની મુલાકાત દરમિયાન, કિંગ ચાર્લ્સ ત્રીજા યુએસ કોંગ્રેસને પણ સંબોધિત કરશે, તેઓ તેમની માતા રાણી એલિઝાબેથ II  બાદ યુએસ કોંગ્રેસને સંબોધન કરનાર પ્રથમ બ્રિટિશ શાસક બનશે.

યુએસ અને યુકે વચ્ચે તણાવ:
ઑફ-કેમેરા મીટિંગનું બીજું કારણ યુએસ અને યુકે વચ્ચે હાલમાં ચાલી રહેલો તણાવ છે, ખાસ કરીને યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે તાજેતરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ઈરાન સામેના યુદ્ધ યુએસને મદદ નહીં કરે.

કીર સ્ટાર્મરે યુએસને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તેના લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. યુકેના ઇનકારને કારણે, ટ્રમ્પે કીર સ્ટાર્મરે પર શાબ્દિક હુમલા કર્યા હતાં.