ભોપાલ : મધ્ય પ્રદેશના વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે વિધાનસભામાં યુસીસી બિલ 2026 વિધાનસભા રજૂ કર્યું છે. સરકારે તેને ઐતિહાસિક પગલું ગણાવી રહી છે જ્યારે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે.
વિધાનસભા અધ્યક્ષે બિલને રેકોર્ડ પર લીધું
મધ્ય પ્રદેશ વિધાનસભામાં ટેકનિકલ શિક્ષણ મંત્રી ગૌતમ તેટવાલે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. જેના કારણે વિપક્ષે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ ઉગ્ર વિરોધ વચ્ચે પણ વિધાનસભા અધ્યક્ષે બિલને રેકોર્ડ પર લીધું છે. આ બિલ પર હવે આવતીકાલે ગૃહમાં વિગતવાર ચર્ચા થવાની અપેક્ષા છે.
રામેશ્વર શર્માએ એ કહ્યું કોંગ્રેસના ધારાસભ્ય પહેરવેશ પર ટિપ્પણી કરી
આ બિલનો વિરોધ કરવા માટે ભોપાલ મધ્યના કોંગ્રેસના ધારાસભ્ય આતિક અકીલ કાળા કપડાં પહેરીને ગૃહમાં આવ્યા હતા. જેની બાદ ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ આ પહેરવેશ પર આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે યુસીસીના અમલથી મુલ્લા અને મોલવીઓની ચિંતા વધી જાય છે.
કોંગ્રેસ પાર્ટી આવા તત્વોને ભડકાવે છે
તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી પણ આવા તત્વોને ભડકાવે છે. સરકારને આતિફ અકીલ કાળા કે પીળા રંગના કપડાં પહેરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ રાજ્યમાં કોઈપણ પ્રકારના કાળા કારનામાં નહિ ચાલવા દેવામાં આવે.
કેબિનેટમાં યુસીસી બિલના મુસદ્દાને મંજૂરી
ઉલ્લેખનીય છે કે, રવિવારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, તમામ મંત્રીઓએ યુસીસીના પ્રસ્તાવિત કાયદાને મજબૂત સમર્થન આપ્યું છે. મધ્યપ્રદેશ મંત્રીમંડળે પૂરા દિલથી અને સર્વાનુમતે યુસીસી બિલ, 2026 ને મંજૂરી આપી છે. હું મારા બધા મંત્રીમંડળ સાથીદારો અને રાજ્યના લોકોને અભિનંદન આપું છું.