Wed Jun 10 2026

Logo

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઠપ: ભારત સહિત વિશ્વભરમાં હજારો યુઝર્સ પરેશાન!

2026-02-16 19:43:04
Author: Devayat
Article Image

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માં અચાનક આવેલી ટેકનિકલ ખામીને કારણે અનેક યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોના યુઝર્સે ફરિયાદ કરી છે કે તેમની ટાઈમલાઈન લોડ થઈ રહી નથી અને પોસ્ટ્સ દેખાવાનું બંધ થઈ ગયું છે. આ ગ્લોબલ આઉટેજને કારણે યુઝર્સને એપ અને વેબ બંને વર્ઝન પર 'Something went wrong' અને 'Try again later' જેવા મેસેજ જોવા મળી રહ્યા છે.

ટ્વીટરના આઉટેજની સમસ્યાની  અસર ભારતમાં પણ જોવા મળી રહી છે, જ્યાં હજારો યુઝર્સ લોગ-ઇન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અથવા તેમની ફીડ ખાલી દેખાઈ રહી છે. રિયલ-ટાઇમ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ પર અનેક ફરિયાદો નોંધાઈ છે . 

હાલમાં આ આઉટેજ પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી અને કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ખામી સર્વરની સમસ્યા છે કે કોઈ નવા અપડેટને કારણે સર્જાઈ છે તે અંગે પણ અટકળો ચાલી રહી છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ સેવાઓ ફરી સામાન્ય થઈ જશે.