Mon Jul 27 2026

Logo

ટ્વિશા કેસઃ સાસુ ગિરિબાલા અને પતિને 16 જૂન સુધી કસ્ટડી, CBI એ 72 કલાકમાં કર્યા 72 સવાલ

2026-06-02 16:01:01
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ભોપાલના બહુચર્ચિત ટ્વિશા શર્મા કેસમાં આજે સાસુ ગિરિબાલા અને પતિ સમર્થના રિમાન્ડ પૂરા થયા હતા. સીબીઆઈએ જ્યારે ઘટનાનો સીન રીક્રિએટ કર્યો ત્યારે સાસુ અને પતિના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. તેથી સીબીઆઈ આજે બંનેના રિમાન્ડ આગળ લંબાવવાની માંગ કરી હતી. કોર્ટે 16 જૂન સુધી કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.  

આ પહેલા સીબીઆઈની પૂછપરછમાં સમર્થ  અને તેની માતા ગિરિબાલાને  ટ્વિશા સાથે જોડાયેલા અનેક સવાલના જવાબ આપ્યા હતા. સૂત્રો અનુસાર સીબીઆઈએ બંનેને 72 કલાકમાં સીબીઆઈએ  72 સવાલ કર્યા હતા.

કયા 72 સવાલ પૂછ્યા

1. ટ્વિશા સાથે પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી?
2. કઈ ડેટિંગ એપ દ્વારા મુલાકાત થઈ હતી?
3. શું એપ પર મુલાકાત બાદ બંને ડેટ પર ગયા હતા?
4. તમે બંને કેટલા સમય સુધી ડેટ કરતા હતા?
5. ડેટિંગનો સંબંધ ક્યારે પ્રેમમાં બદલાયો?
6. લગ્નનો નિર્ણય ક્યારે અને કેવી રીતે લેવામાં આવ્યો?
7. શું ડેટિંગ એપ પર મુલાકાત બાદ તમારી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા?
8. પરિવાર લગ્ન માટે સરળતાથી રાજી થયા હતા કે કોઈ પ્રકારની મુશ્કેલી આવી હતી?
9. બંનેની જાતિ અલગ હતી તો આંતરજાતીય લગ્નને કયા પરિવારને સૌથી વધુ વાંધો હતો?
10. બંને પરિવારોએ કેટલો ખર્ચ કર્યો હતો?
11. લગ્ન, જાન અને રિસેપ્શનમાં કયા કયા લોકો આવ્યા હતા?
12. શું લગ્ન દરમિયાન દહેજની માંગ કરવામાં આવી હતી?
13. ગિરિબાલાએ લગ્ન સમયે 2 લાખ રૂપિયા માંગ્યા હતા?
14. હનીમૂન પર તમે લોકો ક્યાં ગયા હતા?
15. લગ્ન પછી પહેલીવાર ટ્વિશા સાથે વિવાદ ક્યારે અને કઈ બાબત પર થયો હતો?
16. 5 મહિનાના લગ્નમાં ટવિશા કેટલી વાર એકલી ભોપાલની બહાર ગઈ અને ક્યાં-ક્યાં ગઈ હતી?
17. ટ્વિશાના ખાતામાં તમે અને ગિરિબાલાએ 7 લાખ રૂપિયા કેમ જમા કરાવ્યા હતા?
18 આટલી મોટી રકમની જરૂરિયાત માટે ટ્વિશાએ શું કારણ આપ્યું હતું?
19. શું ક્યારેય ટ્વિશા સાથે મારપીટ કરવામાં આવી હતી?
20. ટ્વિશા ગર્ભવતી હોવાની જાણકારી તમને ક્યારે મળી?
21. ચેટમાં ટ્વિશાએ લખ્યું છે કે તમે પૂછતા હતા આ બાળક કોનું છે, શું તમને તેના ચારિત્ર્ય પર શંકા હતી?
22. શું ટ્વિશા પર ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું?
23. તમને કેવી રીતે ખબર પડી કે ટ્વિશા ગાંજાનું સેવન કરતી હતી?
24. જો તમારા જણાવ્યા અનુસાર ટ્વિશા સ્પ્લિટ પર્સનાલિટી અને મૂડ સ્વિંગ ડિસઓર્ડરથી પીડાતી હતી, તો તેનો અહેસાસ તમને ક્યારે થયો?
25. જો તે આ બીમારીઓથી પીડિત હતી, તો તેની સારવાર કયા ડૉક્ટરો પાસે ચાલતી હતી અને ક્યારથી ચાલતી હતી?
26. જો ગર્ભપાત પછી તે માનસિક રીતે પરેશાન હતી, તો તમે તેનું મનોબળ વધારવા માટે શું પ્રયાસો કર્યા?
27. શું તમે અને ગિરિબાલા ટ્વિશાના શેર તમારા નામે ટ્રાન્સફર કરાવવા માંગતા હતા?
28. 12 મેના રોજ સવારથી રાત સુધી શું-શું ઘટનાક્રમ બન્યો હતો?
29. જ્યારે રાત્રે 9:45 વાગ્યા સુધી તમે બંને સાથે હતા, તે પાર્લર ગઈ, તમે વૉક કરી, ટીવી જોયું, તો 9:45 વાગ્યા પછી એવું તે શું થયું કે તેણે આટલું મોટું પગલું ભરી લીધું?
30. ઘટનાની જાણકારી તમને સૌથી પહેલા કેટલા વાગે મળી?
31. જ્યારે ટ્વિશા ટેરેસ પર જઈ રહી હતી, ત્યારે તમે ક્યાં હતા?
32. નવપરિણિત હોવા છતાં તમે બંને અલગ-અલગ રૂમમાં કેમ સૂતા હતા?
33. ટ્વિશાની માતાએ જ્યારે ગિરિબાલાને ફોન કરીને જણાવ્યું કે તે રડી રહી છે, તો તમે બંને તેની પાસે કેટલી વાર પછી પહોંચ્યા?
34. ટ્વિશાની માતાના જણાવ્યા અનુસાર રાત્રે 10:05 વાગે તેમણે ગિરિબાલાને ફોન કર્યો હતો. આ પછી લગભગ 20 મિનિટ સુધી પરિવારના ફોન કેમ ન ઉઠાવવામાં આવ્યા?
35. ફાંસીના ફંદા પરથી મૃતદેહને કોણે ઉતાર્યો અને આમાં કોણે-કોણે મદદ કરી?
36. તાત્કાલિક પોલીસને જાણ કેમ ન કરવામાં આવી?
37. ઘટનાસ્થળની સૌથી નજીકની હોસ્પિટલમાં કેમ ન લઈ જવામાં આવી?
38. આસપાસની હોસ્પિટલો છોડીને સીધા AIIMS કેમ લઈ જવામાં આવી?
39. AIIMS પહોંચ્યા પછી ત્યાં કયા-કયા લોકો આવ્યા હતા?
40. પોલીસને જાણ કરવામાં વિલંબ કેમ થયો?
41. ઘટના પછી સમર્થ કેમ ફરાર થઈ ગયો?
42. મૃત્યુ પહેલા શરીર પર ઈજાના નિશાન કેવી રીતે આવ્યા?
43. ફરાર રહેવા દરમિયાન સમર્થ ક્યાં-ક્યાં રોકાયો હતો?
44. જો તમે નિર્દોષ હતા, તો પત્નીના અંતિમસંસ્કારમાં સામેલ થવા માટે અદાલતનો આશરો કેમ ન લીધો?
45. શું એ સાચું છે કે ટ્વિશાના પરિવારવાળા તેને સતત આર્થિક મદદ મોકલી રહ્યા હતા?
46. શું તમને શંકા હતી કે ટ્વિશાના કોઈ અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધો હતા?
47. જો શંકા હતી, તો આ બાબતે ટ્વિશાએ તમને શું જવાબ આપ્યો હતો?
48. વાયરલ ઓડિયોને લઈને તમારું શું કહેવું છે?
49. સીસીટીવી (CCTV) ફૂટેજનું ટાઈમિંગ બેકડેટેડ અથવા અસંગત કેમ દેખાઈ રહ્યું હતું?
50. ટ્વિશાએ છેલ્લી વાર તમારી સાથે શું વાત કરી હતી?
51. શું ટ્વિશાએ ક્યારેય કોઈને પોતાના જીવનું જોખમ હોવાની વાત જણાવી હતી?
52. ઘટના પહેલાના છેલ્લા ૪૮ કલાકમાં ઘરનું વાતાવરણ કેવું હતું?
53. શું ઘટનાના દિવસે કોઈ બાબતને લઈને ચર્ચા કે વિવાદ થયો હતો?
54. ટ્વિશાનો મોબાઈલ ફોન સૌથી પહેલા કોના કબજામાં આવ્યો?
55. ઘટના પછી મોબાઈલ, લેપટોપ અને અન્ય ડિજિટલ ડિવાઈસ કોણે સંભાળ્યા?
56. શું કોઈ ચેટ, કોલ રેકોર્ડ કે ડિજિટલ ડેટા ડિલીટ કરવામાં આવ્યો હતો?
57. ઘટના પછી ઘરની સાફ-સફાઈ કે કોઈ સામાન હટાવવાનું કામ કરવામાં આવ્યું હતું?
58. સીસીટીવી સિસ્ટમનો એક્સેસ કયા-કયા લોકો પાસે હતો?
59. સીસીટીવી ફૂટેજ સૌથી પહેલા કોણે કાઢી અને કોને ઉપલબ્ધ કરાવી?
60. શું ઘટના સમયે ઘરમાં હાજર તમામ લોકોના નિવેદનો એકબીજા સાથે મેળ ખાય છે?
61. ગર્ભપાતનો નિર્ણય કોની સહમતિથી લેવામાં આવ્યો હતો?
62. શું ગર્ભપાત પછી ટ્વિશાનું કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું હતું?
63. શું ટ્વિશાએ ક્યારેય ઘરેલું હિંસા કે સતામણીની ફરિયાદ કરી હતી?
64. ઘટના પહેલા ટ્વિશાએ કયા-કયા લોકો સાથે ફોન પર વાત કરી હતી?
65. શું કોઈએ ટ્વિશાને ઘટના પહેલા રડતી કે પરેશાન જોઈ હતી?
66. શું પરિવારમાં સંપત્તિ, રોકાણ કે શેરને લઈ કોઈ વિવાદ હતો?
67. શું ટ્વિશાને કોઈ મિત્ર કે સંબંધીને પોતાની પરેશાની અંગે જણાવ્યું હતું?
68. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નોંધાયેલી તમામ ઈજાની સ્પષ્ટ વ્યાખ્યા શું છે?
69. ઘટનાસ્થળની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કોણે કરાવી હતી?
70. શું પોલીસને બોલાવતા પહેલાં કોઈ વકીલ, સંબંધી કે પ્રભાવશાળી વ્યક્તિનો સંપર્ક કર્યો હતો?
71. ઘટના બાદ સમર્થ અને ગિરિબાલા વચ્ચે શું વાતચીત થઈ હતી?
72. શું આ આત્મહત્યા હતી તો તે પહેલાનો ઘટનાક્રમ અને પરિસ્થિતિની તાર્કિક વ્યાખ્યા શું છે?

સાસુ ગિરિબાલાએ શું આપ્યા જવાબ

સાસુ ગિરિબાલાએ પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું, ટ્વિશા શરૂઆતમાં સારી હતી, પણ પછી બદલાઈ ગઈ હતી. તે 5 મહિનામાં 5 વાર પિયર ગઈ હતી. તેને છોકરાં ગમતા હતા પણ તે મા બનવા નહોતી માંગતી.  ટ્વિશાને 5 મહિનામાં આશરે 7 લાખની આર્થિક મદદ કરવામાં આવી હતી. તેના ભાઈના લગ્નમાં પણ મદદ કરાઈ હતી.  ટ્વિશા એન્ઝાયટી, પર્સનાલિટી ડિસઓર્ડર અને એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમથી પીડાતી હતી, જેની સારવારના દસ્તાવેજો ઉપલબ્ધ છે. પુત્ર સમર્થ નિર્દોષ  હોવા છતાં તેનું ફરાર થવું અને આગોતરા જામીન લેવા તે એક ભૂલ હતી. ટ્વિશાના શરીર પરના નખના નિશાન બાબતે સાસુએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

પતિ સમર્થે શું આવ્યો જવાબ

પતિ સમર્થે જણાવ્યું, ટ્વિશા ગર્ભવતી થયા બાદ બાળક રાખવા અંગે અસમંજસમાં હતી. ગર્ભપાતની દવા લીધા પછી તેની માનસિક સ્થિતિ વધુ બગડી હતી, જેના માટે સાઇકિયાટ્રિસ્ટની સલાહ પણ લેવાઈ હતી. સમર્થ પોતે પણ કેટલીક બાબતોથી પરેશાન હતો અને ટ્વિશા સતત બાળકની ચર્ચા કરતી હોવાથી માનસિક શાંતિ માટે બંને અલગ રૂમમાં સૂતા હતા, છતાં બંને વચ્ચે પ્રેમ હતો. 

12 મેના બંને સાથે પાર્લર ગયા, વોક કરી, જમ્યા અને ટીવી જોયું. બાદમાં ટ્વિશાની માતાનો ફોન આવ્યો કે તે રડે છે. અચાનક શું થયું તેની ખબર નથી. ટ્વિશાને ફંદે લટકતી જોઈ મેં અને મારી માતાએ તેને નીચે ઉતારી, CPR આપ્યું અને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ 27 મેના ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાંથી ગિરિબાલા સિંહના ઘરે 7 કલાકથી વધુ પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. સમર્થ સિંહ 12 મેના ટ્વિશા શર્માના મોત બાદ લગભગ એક સપ્તાહ સુધી લાપતા રહ્યા બાદ ભોપાલ પોલીસે 22 મે ના રોજ જબલપુરથી ધરપકડ કરી હતી.

ટ્વિશા શર્મા ફાંસીના ફંદા પર લટકેલી મળ્યા બાદ પિયરિયાએ તેના પતિ અને સાસરિયા પર દહેજનો આરોપ લગાવ્યો હતો અને તપાસની ઊંડાણપૂર્વક માંગ કરી હતી. આ કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે.