Thu May 28 2026

Logo

આજનું રાશિફળ (28-05-26): મિથુન અને કુંભ રાશિ માટે ખુશીઓનો દિવસ, જાણોતમારા માટે કેવો રહેશે દિવસ...

2026-05-28 00:00:00
Author: Darshana Visaria
Article Image

મેષઃ 

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વના કામમાં વ્યસ્ત રહેવાનો છે. વેપાર કરી રહેલાં જાતકો આજે વેપારીઓને આજે નાની મોટી યોજનાઓથી લાભ થઈ રહ્યો છે. આજે તમારો પાર્ટનર તમને જીવનના મહત્ત્વના લક્ષ્યોને હાંસિલ કરવામાં મદદ કરશે. વાણી અને વ્યવહાર બંનેનામાં આજે તમારે સંતુલન જાળવી રાખવું પડશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે તેમના કામમાં સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પ્રોપર્ટી સંબંધિત બાબતો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. મિત્રો અને સગાસંબંધીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારે તમારી દિનચર્યામાં નિયમિતતા જાળવી રાખવી પડશે. 

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમારે કોઈની પણ વાતોમાં આવવાથી બચવું પડશે. લેવડદેવડ કરતી વખતે તમારે આજે સાવધાની રાખવી જોઈએ. કોઈને પણ ઉધાર પૈસા આપવાથી બચો, નહીં તો પૈસા અટવાઈ શકે છે. કામના સ્થળે આજે તમારે ખૂબ જ તૈયાર રહેવું  પડશે. સંબંધોમાં વિશ્વાસ અને સહજતા જાળવી રાખો. આજે કોઈને પણ વિના કારણ સલાહ આપવાથી બચવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે આજે તમારે યોગ-પ્રાણાયમનો સહારો લેવો પડશે. માતા-પિતાની સેવા માટે આજે તમારે વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢવો પડશે. 

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં ખુશહાલી લઈને આવી રહ્યો છે. મિત્રોના સાથ-સહકારને કારણે આજે તમારે તમારી ખુશી ચરમ સીમા પર રહેશે. કામના સ્થળે આજે તમારે કોઈ પણ પ્રકારના સંકોચ વિના આગળ વધવાની તૈયારી રાખવી પડશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. નવું કામ શરૂ કરવા માટે સમય એકદમ અનુકૂળ છે. જોકે, અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે હિતાવહ રહેશે. ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખો, નહીંતર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. તમારું મનોબળ આજે ખૂબ જ મક્કમ રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. 

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અદભુત ખુશીઓ લઈને આવશે. સામાજિક ક્ષેત્રે તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા સંપર્કો લાભદાયી નીવડશે. વ્યાપારિક પ્રવૃત્તિઓ વેગ પકડશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય ઉત્તમ છે. નોકરીયાત વર્ગને સહકર્મીઓ તરફથી પૂરતી મદદ મળશે. ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે. પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે અનુકૂળ દિવસ છે. 

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે, જેમાં ઉતાવળ ન કરવી. નાણાકીય લેવડદેવડમાં ખાસ સાવધાની રાખવી, કોઈને ઉધાર આપવાનું ટાળવું. વ્યવસાયમાં નવી ડીલ કરતી વખતે કાયદાકીય બાબતો બરાબર ચકાસી લેવી. પરિવારમાં ભાઈ-બહેનો સાથે થોડો વિવાદ થઈ શકે છે, મૌન રહેવું હિતાવહ છે. ગેસ અથવા એસિડિટી જેવી પેટની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. પ્રોફેશનલ લાઈફમાં મહેનત વધારવી પડશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી સારા સમાચાર લઈને આવી રહ્યો છે. 

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો આજે અચાનક પૂરા થતાં રાહતનો શ્વાસ લેશો. શેરબજાર કે લોટરીથી અણધાર્યો ધનલાભ થવાના સંકેતો છે. નોકરીમાં તમારી કાર્યશૈલીથી બોસ પ્રભાવિત થશે અને નવો પ્રોજેક્ટ સોંપશે. પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે. દાંપત્યજીવનમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ આજે થોડો ચઢાવઉતારથી ભરપૂર રહેશે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થશે. 

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેવાને કારણે શારીરિક અને માનસિક થાક અનુભવાશે. પ્રોપર્ટી અથવા જમીનના ખરીદ-વેચાણના સોદામાં અત્યારે ઉતાવળ ન કરવાની સલાહ છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવા. પ્રેમ સંબંધોમાં અવિશ્વાસની ભાવના આવી શકે છે, વાતચીત ખુલ્લેઆમ કરવી. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સાંજના સમયે મિત્રો સાથે મુલાકાત થવાથી મૂડ સારો થઈ જશે. આજે સંતાન પાસેથી એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવર્તન અને સાહસથી ભરેલો રહેશે. વ્યાપારિક મોરચે પ્રગતિ થશે અને નવા રોકાણકારો તમારી સાથે જોડાશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો આજે કોઈ મોટી કંપનીમાંથી સારો ઈન્ટરવ્યુ કોલ આવી શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, બસ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાન કરશે. 

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક અને મનોરંજક પ્રવૃત્તિઓમાં પસાર થશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ બની રહ્યા છે, જેનાથી આત્મિક શાંતિ મળશે. બિઝનેસમાં આર્થિક પ્રગતિ થશે અને લાંબા ગાળાના આયોજનો સફળ રહેશે. નોકરીમાં તમારા સૂચનોને આવકારવામાં આવશે, જેથી કાર્યક્ષેત્રે વગ વધશે. પૈતૃક સંપત્તિથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે દિવસ રોમેન્ટિક રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી. બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ લાભની તક લઈને આવી રહ્યો છે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. 

મકરઃ

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારજનક હોઈ શકે છે. ઓફિસમાં કામની બાબતે સિનિયરો સાથે દલીલબાજીમાં ન પડવું, નહીંતર નુકસાન થઈ શકે છે. નાણાકીય મોરચે ખેંચતાણ અનુભવાશે, તેથી બજેટ બનાવીને ચાલવું. વ્યાપારમાં નવી ભાગીદારી માટે સમય અનુકૂળ નથી. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને દોડધામ થઈ શકે છે, જે માનસિક તણાવ વધારશે. મુસાફરી દરમિયાન સામાનની સુરક્ષા રાખવી. ધીરજ અને સંયમ જાળવી રાખવો આજના દિવસનો મૂળમંત્ર છે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરશે અને તમે એની એ માગણી પૂરી પણ કરશો. 

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઈચ્છિત સફળતા અપાવનારો રહેશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ ખૂબ જ શુભ છે. નાણાકીય લાભના અનેક સ્રોત ખુલ્લા થશે અને જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો. નોકરી કરતા લોકોને ઈન્ક્રીમેન્ટ અથવા બોનસ મળવાના શુભ સમાચાર મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે અને જીવનસાથી તરફથી કિંમતી ભેટ મળી શકે છે. હળવી કસરત અને સારો ખોરાક સ્વાસ્થ્ય જાળવી રાખશે. માતા-પિતાના આશિર્વાદથી આજે અટકી પડેલું કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. કરિયર અને બિઝનેસના કામ અર્થે નાની યાત્રા કરવી પડી શકે છે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. કલા, મીડિયા અને લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી ઓળખ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ઉધાર આપેલા પૈસા પાછા મેળવવામાં મહેનત કરવી પડશે. પરિવારના સભ્યો તમારી ભાવનાઓની કદર કરશે. અચાનક વાયરલ ઈન્ફેક્શન કે શરદી-ખાંસી થવાની સંભાવના હોવાથી આરોગ્યનું ધ્યાન રાખવું. જીવનસાથી સાથે કોઈ વાતે વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એનો ઉકેલ લાવવો પડશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશે.

વધુ જુઓ...