Sat May 02 2026

Logo

સુરતમાં યુવતી સાથે જલસા કરવા ગયેલો સુપરવાઈઝર નકલી પોલીસને હાથે ચડ્યો ને 5 લાખ ખોયા

2026-03-30 14:34:00
Author: MayurKumar Patel
Article Image

AI Genrated Image


સુરતઃ શહેરના એક બિલ્ડરની ઓફિસમાં નોકરી કરતાં સુપરવાઈઝરને ગૂગલ પર ફીમેલ સર્વિસ સર્ચ કરવાનું ભારે પડ્યું હતું. હનીટ્રેપ કરતી ટોળકીએ યુવાનને પાર્લે પોઈન્ટમાં એક ફ્લેટમાં મળવા બોલાવ્યો હતો. યુવતીની સાથે નકલી પોલીસ બનીને આવેલા ત્રણ જણાએ પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા.  બદનામ કરવાની અને કેસ કરવાની ધમકી આપીને આ ટોળકીએ સમાધાન પેટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ડરના માર્યા સુપરવાઈઝરે રકમ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ આ દરમિયાન ઉમરા પોલીસને બાતમી મળતા ટીમે સ્થળ પર જ દરોડા પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો હતો. એક આરોપી પાસેથી NIAનું આબેહૂબ નકલી આઈડી કાર્ડ મળી આવ્યું હતું. 

 આ અંગે જાણવા મળતી  વિગતો મુજબ વેડરોડ પર આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાં રેહતો યુવક એક બિલ્ડરની ઓફિસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. એક દિવસ અગાઉ તે ગૂગલ પર સુલેખા ડોટ કોમ પર ફીમેલ સર્વિસ રીક્વાયરમેન્ટ નામની સાઈટ પર યુવતીની સર્વિસ બાબતે સર્ચ કર્યું હતું ત્યારે તેના ફોનમાં રમેશ પાલ નામના વ્યક્તિએ કોલ કર્યો હતો. યુવકે હું વેસુમાં રહું છું, મારે વેસુ વિસ્તારમાં યુવતી જોઈએ છે. જોકે તે સમયે રમેશ પાલએ અમે ઉતરાણ મોટા વરાછામાં યુવતીની ફોન કર્યો હતો અને પાર્લે પોઈન્ટ
વિસ્તારમાં વ્યવસ્થા થઇ જશે તેમ કહ્યું હતું.

જે બાદ યુવકને પાર્લે પોઈન્ટ ખાતે એક એપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં રાજવી દેવગણીયા યુવકને  એપાર્ટમેન્ટના ફલેટ નંબર 203માં લઈ ગઈ હતી. ત્યાં પ્રાંજલી ઉર્ફે પ્રીન્સી આદિત્યપ્રતાપસિંગની સાથે તેને રૂમમાં લઈ ગઈ હતી અને  તેજ સમયે ત્રણ જણા જે પોલીસ જેવા દેખાતા હતા તે આવી ચઢ્યા હતા. નકલી પોલીસે યુવકને તમાચા માર્યા હતા અને પી.એસ.આઈ. તરીકે ઓળખ આપીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ રૂ.5 લાખની માંગણી કરી હતી.

યુવક પાસે રૂપિયા નહીં હોવાથી તેણે નાં પાડી હતી. જોકે યુવકને ખ્યાલ આવી ગયો હતો કે આ તમામ મળેલા છે. હવે બન્યું એવું કે આ જ સમયે ઉમરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ.બી. ડી.વાઘ સ્ટાફની સાથે ત્યાં પહોચી ગયા હતા.પહેલા તો અસલી પોલીસને જોઈને યુવકને પણ ભરોસો બેઠો નહોતો અને અસલી પોલીસને પણ આ ટોળકીનાં સાગરિત જ માની બેઠો હતો. પી.એસ.આઈ.વાઘએ તેને શાંતિથી સમજાવીને હૈયા ધરપત આપી હતી અને નકલી પોલીસ બનીને હની ટ્રેપ કરતી ટોળકીને પકડી પાડી હતી.

એક આરોપી પાસેથી NIAનું આબેહૂબ નકલી આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડમાં યુવરાજસિંહ જાડેજા નામ અને સબ ઇન્સ્પેક્ટરનો રેન્ક દર્શાવવામાં આવ્યો છે, જેની ઇશ્યુ ડેટ 14 માર્ચ,2018 અને જન્મ તારીખ 10 જાન્યુઆરી,1992 લખેલી છે. તપાસ એજન્સીના નામે રોફ જમાવીને લોકોને ડરાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા પોલીસે આ ટોળકીએ અગાઉ કરેલા ગુનાઓની વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.