Tue Oct 06 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

2026-10-06 07:54:00
Author: Mita Bawisi
હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

 

મિતા બાવીસી

આંખની પીડા

- ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ તથા વરિયાળી 100 ગ્રામ મેળવી સવાર સાંજ 1 ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.
- ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આંકડાનું દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.
- આંખમાં ચૂનો કે એસિડ પડ્યું હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.
- આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.

- રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.
- આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
- ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવાં દર્દો મટે છે.
- ધોળાં મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર-સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.

- મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી 
જાય છે.
- બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે.
-  સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે.
- કાંદાના રસમાં થોડું મીઠું મેળવીને તેનાં ટીપાં આખમાં નાખવાથી રતાંધળાપણું મટે છે.

- પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
- આંખમાં ચીપડા, બાઝતા હોય તો કાંદાના રસમાં સાકર, ખડી સાકર ઘસીને રાત્રે 2-2 ટીપાં આંખમાં નાખવાથી આરામ થાય છે.
- સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગો મટે છે. અને આંખનું તેજ વધે છે.
- આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર-સાંજ મારવાથી આંખોની ગરમી દૂર થાય છે અને આંખનું તેજ વધે છે.

- કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી, તેનાં બબ્બે ટીપાં આંખમાં નાખવાથી દુ:ખતી આંખો સારી થાય છે. ખીલ, ફૂલું, છારી વગેરે મટે છે. ચશ્માનાં નંબર ઊતરે છે.
- મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાંખવાથી આંખના બધા રોગો મટે છે. 
- નાગરવેલના પાનનો રસ આંખમાં નાખવાથી દુ:ખતી આંખો સારી થાય છે.
- જીરાનું ચૂર્ણ રોજ ફાંકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.

-  ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુ:ખતી આંખો સારી થાય છે.
- શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો, રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માનાં નંબર ઘટે છે.
- અધકચરા ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
- સાકરને પાણીમાં ઘસી તે ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનાં ફૂલાં મટે છે, આંખ સ્વચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.

- આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી વાટી લગાડવાથી ઘણી રાહત 
થાય છે.
- સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુ:ખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
- હળદર, ફટકડી અને આમલીનાં પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.

- સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બંનેનું ચૂર્ણ કરી, ઉકાળી, ઠંડુ થાય ત્યારે કપડાંથી ગાળી, બાટલીમાં ભરી લેવું. એ પાણી બબ્બે ટીપાં દરરોજ સવાર - સાંજ આંખમાં નાખવાથી દુ:ખતી આંખો સારી થાય છે.
- તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.

- જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાંપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો તે મટે છે અને આંખોનું તેજ વધે છે.
- આંખમાં દાડમનો રસ નાખવાથી ચશ્માનાં નંબર ઊતરે છે.
- દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.
- મોતિયા-ઝામર, વેલ કે આંખના દુ:ખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.