નાગપુર: ગઈ કાલે ગુરુવારે આસામના કાર્બી આંગલોંગ જીલ્લામાં ભારતીય વાયુસેનાનું ફાઈટર જેટ સુખોઈ-30 ક્રેશ થતાં, બે ઝાબાંજ પાઇલટ્સ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુર્ગાકર શહીદ થયા હતાં. શહીદ પાયલોટ પૂર્વેશ દુર્ગાકરના પિતાએ જણાવ્યું કે તેમના દીકરાએ ઓપરેશન સિંદૂરમાં ભાગ લીધો હતો.
શહીદ પાઇલટ પૂર્વેશ દુર્ગાકર મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી હતાં, દુર્ગેશના મૃત્યુના સમાચાર મળતા પરિવારજનો અને મિત્રો શોકમાં ગરકાવ થઇ ગયા છે. પૂર્વેશના પિતા રવિન્દ્ર દુર્ગાકરે નિવૃત્ત રેલ્વે કર્મચારી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે બુધવારે જ પૂર્વેશ સાથે ફોન પર વાત કરી હતી, આજે શુક્રવારે સવારે પૂર્વેશના ગ્રુપ કેપ્ટને તેમને ફોન કરીને જાણ કરી કે દુર્ગેશ શહીદ થયો છે.
પૂર્વેશ દુર્ગાકરના પિતાએ એમ પણ જણાવ્યું કે તેમને દુર્ગેશ પર ગર્વ છે, દુર્ગેશે ગત વર્ષે ઓપરેશન સિંદૂરમાં ભાગ લીધો હતો, દુર્ગેશ દેશ માટે સમર્પિત હતો. ભારતીય વાયુસેનામાં તેની સર્વિસ પર દુર્ગેશને ખુબજ ગર્વ હતો. દુર્ગેશના સાથીઓ પણ તેના ખુબ જ વખાણ કરતા.
રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો:
ગુરવારે સાંજે આસામના જોરહાટ એરબેઝ પરથી ટેક ઓફ કર્યા સુખોઈ-30 ફાઈટરનો ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો, બાદમાં જાણવા મળ્યું કે આ જેટ આસામના કાર્બી આંગલોંગ ક્ષેત્રમાં ક્રેશ થયું છે.
આ વિમાન દુર્ઘટનામાં બે પાઇલટ્સ શહીદ થવા નાગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, "સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુર્ગાકરના મૃત્યુથી ખૂબ દુઃખ થયું છે. તેમની હિંમત અને રાષ્ટ્ર માટે તેમને કરેલી સેવાને હંમેશા ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.”