સેઉટા સરહદેથી હજારો લોકો સ્પેનમાં ઘૂસ્યા, અફરાતફરીમાં અનેક લોકોના મોતની શંકા
મોરક્કોઃ યુરોપમાં સ્પેન અને મોરક્કોની બોર્ડર એકબીજાથી ક્નેક્ટ છે. સ્પેનના એક નાનકડા વિસ્તાર સેઉટામાં એ સમયે એક અણધાર્યું સંકટ ઊભું થઈ ગયું હતું, જ્યારે મોરક્કો બાજુથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ બોર્ડર પાર કરીને સ્પેનમાં પહોંચી ગયા હતા. આ મુસ્લિમ દેશથી સ્પેનમાં ઘૂસી પ્રવાસીઓમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું છે, જ્યારે આ બનાવમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સ્થિતિ જોવા મળી હતી. સ્થિતિ એવી બગડી હતી કે, સ્પેન સરકારે બોર્ડર પર વ્યવસ્થા સુધારવા માટે સૈન્યને જવાબદારી સોંપી દીધી હતી. સૈન્ય ટુકડીઓ એક સાથે ઊતરતા માહોલ ગરમાયો હતો.
વડા પ્રધાને કર્યું મોટું એલાન
આ ઘટના બાદ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે એલાન કર્યું હતું કે તેઓ ગૃહમંત્રી ફર્નાંડો ગ્રાંડે માર્લાસ્કા સાથે એક મુલાકાત કરશે અને સ્થિતિની સમીક્ષા કરશે. સેઉટા ઉત્તર આફ્રિકાના દરિયાકાંઠે આવેલો એક નાનો સ્પેનિશ પ્રદેશ છે. પાડોશી મોરોક્કોથી ઘેરાયેલો હોવા છતાં, તે વહીવટી રીતે સ્પેનનો ભાગ છે. આમ, કોઈ પણ જે ત્યાં પહોંચે છે તે અસરકારક રીતે યુરોપિયન યુનિયનની સરહદ પર પહોંચે છે.
વિવિધ આફ્રિકન દેશોના લોકો વધુ સારી રોજગાર, સલામત જીવન અને હિંસાથી આશ્રય મેળવવાની આશામાં આ વિસ્તારમાં પહોંચવાનો પ્રયાસ કરે છે. ગુરુવારે સવારથી મોટી સંખ્યામાં લોકો અચાનક મોરોક્કન બાજુથી સરહદ પાર કરવા લાગ્યા. આ ઘટના સામે આવતા સ્પેન તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘણા લોકો તારાજલ બીચ પર બ્રેકવોટર પાર કરીને પગપાળા સ્પેનિશ શેરીઓમાં પહોંચવામાં સફળ રહ્યા. જ્યારે મોટાભાગના યુવાનો હતા, ત્યારે ભીડમાં મહિલાઓ અને નાના બાળકોવાળા પરિવારો પણ હતા.

આંકડો સામે આવ્યો નથી
મોરક્કોથી કુલ કેટલા લોકો સ્પેન પહોંચ્યા એ અંગે ખાસ કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. આ ઘટનાને લઈને કોઈ ખાસ આંકડો પણ જાહેર કરવામાં આવ્યો નથી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજારોની સંખ્યામાં લોકો બોર્ડર ક્રોસ કરીને આવ્યા છે. કેટલાક લોકો બોર્ડર ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા. અમુક લોકો સ્પેન ઝિંદાબાદના નારા પણ લગાવી રહ્યા હતા.
મોટી સંખ્યામાં આવેલા લોકો અહીંયાથી કઈ દિશા બાજુ ગયા અને કયા શહેરમાં ગયા એ જાણવા માટે ખાસ ઑપરેશન શરૂ કરવામાં આવે એવું હાલ જાણવા મળ્યું છે. આ ઘટનાથી અનેક એવા દેશનું ધ્યાન મોરક્કો અને સ્પેન બાજુ ગયું છે. સેઉટા બોર્ડર પર મોનિટરિંગ કરી રહેલા સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ સ્થિતિ એક સમયે આઉટ ઓફ કંટ્રોલ હતી.સંખ્યા કેટલી છે એ અંગે પણ કોઈ ખાસ જાણકારી નથી. હજારોની સંખ્યામાં લોકો બોર્ડર ક્રોસ કરી ચૂક્યા છે. બોર્ડર વ્યવસ્થા સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. હાલમાં સૈન્ય ટુકડીએ જે તે પોઈન્ટને કવર કર્યા છે.

કોણ કરશે ખુલાસો?
મોરક્કોના માનવાધિકાર સંગઠનના સભ્ય અશરફ મૈમુનીએ આ સ્થિતિને અસાધારણ ગણાવી હતી. મૌમુનીએ કહ્યું કે, આજ સવારે જ્યારે તરાજાલ બોર્ડર પર અસામાન્ય પરિસ્થિતિ જોઈ અને મોટી સંખ્યામાં લોકો બોર્ડર ક્રોસ કરીને ગયા હોવાનું જાણવા મળ્યું. મૈમુનીએ પણ એ સ્પષ્ટતા કરી નથી કે, આખરે કેટલા પ્રવાસીઓ બોર્ડર ક્રોસ કરીને ગયા છે.
હવે એમનો સવાલ છે કે, આ રીતે બોર્ડર કોના કહેવાથી ખોલી દેવામાં આવી. સ્પેન સરકારના જણાવ્યા અનુસાર અને રેકોર્ડ અનુસાર 9 વ્યક્તિઓા મોત નીપજ્યા છે. આવી ઘટનાને કારણે છેલ્લા અઠવાડિયામાં 60 લોકોથી વધારે મૃત્યુ પામ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.