મુંબઈ: 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે' નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા ફોટોગ્રાફીપ્રેમીઓ માટે ખાસ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘કેપ્ચર વોટ યોર હાર્ટ સીઝ’ થીમ સાથે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ફોટોગ્રાફીપ્રેમીઓ પશ્ચિમ રેલવેની સફર સાથે જોડાયેલી પોતાની મનપસંદ અને યાદગાર પળોને કેમેરામાં કેદ કરીને રજૂ કરી શકશે.
પશ્ચિમ રેલવે દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સ્પર્ધામાં ભાગ લેનારાઓ પશ્ચિમ રેલવેની સફરને ખાસ બનાવતા લોકો, સ્થળો, ટ્રેનો અને વિવિધ કહાણીઓને પોતાના ફોટોગ્રાફ્સ દ્વારા રજૂ કરી શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સહભાગીઓએ પોતાનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનો રહેશે. પોસ્ટમાં પશ્ચિમ રેલવેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ખાતા ‘@WesternRailway’ ને ટેગ કરીને ‘#WRUnframed’ હેશટેગ્સનો ઉપયોગ કરવો પડશે.
ફોટોગ્રાફ પોસ્ટ કર્યા બાદ આ પોસ્ટ હેઠળ ‘ડન’ એવી કમેન્ટ કરીને પોતાની એન્ટ્રીની જાણ કરવાની રહેશે. સાથે જ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં એવા ત્રણ મિત્રોને ટેગ કરવાના રહેશે, જેઓ પશ્ચિમ રેલવેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હોય. ભાગ લેવા ઈચ્છુક લોકોએ પોતાના ફોટોગ્રાફ્સ ઈન્સ્ટાગ્રામ પર જ પોસ્ટ કરવા અને ‘@Westernrly’ને ટેગ કરીને ‘#WRUnframed’ હેશટેગનો ઉપયોગ કરવાનો રહેશે.
#ContestAlert
— Western Railway (@WesternRly) August 16, 2026
Capture What Your Heart Sees. 📸♥️
This World Photography Day, show us your favourite #WRUnframed moments!
Be it the people, places, trains and stories that make the Western Railway journey special. 🚆✨
📸 How to Participate
• Post your best photograph, tag… pic.twitter.com/88PP8dSkg3
પશ્ચિમ રેલવેની આ ફોટોગ્રાફી સ્પર્ધામાં એન્ટ્રી મોકલવાની અંતિમ તારીખ 19 ઓગસ્ટ છે. સ્પર્ધામાંથી કુલ ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે અને વિજેતાઓને આકર્ષક ગિફ્ટ વાઉચર્સ આપવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા ફોટોગ્રાફીપ્રેમીઓને પોતાની નજરે દેખાતી એવી ખાસ પળોને કેમેરામાં કેદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જે તેમના માટે ખાસ અર્થ ધરાવે છે. લોકો, ટ્રેનો, સ્ટેશનો, સ્થળો અને રેલવેની સફર દરમિયાન જોવા મળતી વિવિધ લાગણીઓ અને વાર્તા ફોટોગ્રાફ્સ દ્વારા રજૂ કરી શકાય છે.
સ્પર્ધાના નિયમો અનુસાર માત્ર મૂળ એટલે કે સહભાગીઓ દ્વારા પોતે પાડવામાં આવેલા ફોટોગ્રાફ્સ જ માન્ય ગણાશે. ફોટોગ્રાફ પશ્ચિમ રેલવેના પરિસર અથવા તેની આસપાસના વિસ્તારો સાથે સંબંધિત હોવો જોઈએ અને પશ્ચિમ રેલવેની મુસાફરી અથવા રેલવે સફર સાથે સુસંગત હોવો જરૂરી છે.
ખાસ નોંધનીય છે કે આ સ્પર્ધામાં એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા બનાવવામાં આવેલી તસવીરો સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે સ્પર્ધામાં માત્ર વાસ્તવિક રીતે કેમેરામાં કેદ કરવામાં આવેલી તસવીરોને જ સ્થાન મળશે.
‘એવરી ફોટો ટેલ્સ અ ટેલ – લેટ યોર ટેલ બી રિમેમ્બર્ડ’ એટલે કે ‘દરેક ફોટોગ્રાફ એક વાર્તા કહે છે – તમારી વાર્તાને યાદગાર બનાવો’ના સંદેશ સાથે પશ્ચિમ રેલવેનું આ અભિયાન ફોટોગ્રાફી અને રેલવે સફર વચ્ચેના સુંદર સંબંધને ઉજાગર કરવાનો પ્રયાસ છે.
પશ્ચિમ રેલવેની સફર સાથે જોડાયેલી પોતાની યાદગાર પળોને તસવીરના રૂપમાં રજૂ કરવા માટે ફોટોગ્રાફીપ્રેમીઓ માટે આ એક ખાસ તક છે. સારો ફોટોગ્રાફ અને તેની પાછળની સુંદર વાર્તા સ્પર્ધામાં વિજેતા બનવા માટે નિર્ણાયક બની શકે છે.