તમારી સાથે પણ ક્યારેક એવું થયું હશે કે ઉતાવળમાં કે કોઈ કારણથી પણ ખોટા નંબર પર ફોન રિચાર્જ થઈ ગયું હોય. આવી સ્થિતિમાં હવે શું કરવું એ મહત્ત્વનો સવાલ હોય છે. પરંતુ હવે રિલાયન્સ જિયો (Reliance Jio)ના યુઝર્સ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણીવાર ઉતાવળમાં કે ભૂલથી આપણે ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ કરી દેતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં પહેલા પૈસા પાછા મેળવવા મુશ્કેલ હતા, પરંતુ હવે જિયોએ આ પ્રક્રિયાને સરળ બનાવી છે. તમે પણ જાણી લો કે આખરે કઈ રીતે તમે ખોટા નંબર પર થયેલા રિચાર્જના પૈસા કઈ રીતે પાછા મેળવી શકો છો...
ખોટા નંબર પર થઈ ગયેલાં રિચાર્જના પૈસા પહેલાં પાછા મેળવવાનું મુશ્કેલ હતું. પરંતુ હવે સમય બદલાયો છે અને એમાં રિલાયન્સ જિઓ દ્વારા યુઝર્સ માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. રિલાયન્સ દ્વારા યુઝર્સને ખોટા નંબર પર થઈ ગયેલાં રિચાર્જના પૈસા પાછા મેળવવાની સુવિધા કરી આપી છે.
ભૂલથી ખોટું રિચાર્જ થઈ જાય તો શું કરવો-
કસ્ટમર કેર નંબર પર કોલ કરો
ભૂલ થયાના તરત જ તમારે જિયોના કસ્ટમર કેર નંબર 198 કે પછી 1800 889 9999 પર કોલ કરીને તમારે જાણ કરવી પડશે કે રિચાર્જ કયા નંબર પર કરવાનું હતું અને ભૂલથી કયા નંબર પર થઈ ગયું છે.
ઈમેલ પર પણ કરી શકો છો ફરિયાદ
તમે Care@jio.com પર ઈમેલ કરીને પણ તમારી કમ્પ્લેઈન્ટ રજિસ્ટર કરી શકો છો. ઈમેલમાં રિચાર્જની વિગતો, ટ્રાન્ઝેક્શન આઈડી અને જે ખોટા નંબર પર રિચાર્જ થયું છે તેની માહિતી આપવી જરૂરી છે.
માય જિયો એપ પણ છે કામની
ઈમેલ અને કસ્ટમર કેર નંબર સિવાય માય જિયો (MyJio) એપની મદદ લઈ શકો છો. આ એપમાં જઈને 'Support' સેક્શનમાં તમે લાઈવ ચેટ દ્વારા એજન્ટ સાથે વાત કરી શકો છો. અહીં તમારે રિચાર્જની રસીદ કે મેસેજનો સ્ક્રીનશોટ શેર કરવો પડી શકે છે.
રિફંડ મેળવવા માટેની શરતો
ખોટા નંબર પર થયેલાં રિચાર્જની ફરિયાદ કઈ રીતે અને ક્યાં ક્યાં કરી શકાય એની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે આખરે રિફન્ડ મેળવવાની માટેની શરતો વિશે.
ટાઈમ લિમિટઃ
રિફન્ડની રિક્વેસ્ટ રિચાર્જ થયાના થોડા કલાકોમાં જ કરવી જોઈએ. જો સામેની વ્યક્તિ તે રિચાર્જ ડેટા કે બેનિફિટ્સ વાપરી નાખે, તો રિફંડ મળવાની શક્યતા ઓછી થઈ જાય છે.
નંબરમાં તફાવત:
સામાન્ય રીતે જો નંબરમાં માત્ર ૧ કે ૨ અંકની ભૂલ હોય, તો કંપની રિફન્ડ પ્રોસેસ એકદમ ઝડપથી કામ કરે છે.