Thu Apr 23 2026

Logo

રાજકોટમાં મેડિકલ નિગ્લીજન્સનો ગંભીર કેસ, પીડિત પરિવારે સીએમ,પીએમ પાસે મદદ માગી

2026-02-16 20:49:09
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ રાજકોટમાં એક ગરીબ પરિવારે ડોક્ટર પર કથિત મેડિકલ નિગ્લીજન્સના ગંભીર આક્ષેપો કર્યા હતા. અહીં રહેતા જીતુભાઈ સોલંકી નામના દરદીના પત્ની અને પુત્રીએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં શિવ હૉસ્પિટલ ચલાવતા ડો. કામિલ રાજપારીએ જીતુભાઈની સારવારમાં બેદરકારી દાખવી હતી.

તેમનાં પત્ની પાયલના જણાવ્યા અનુસાર જીતુભાઈને મોઢામાં ચાંદી હોવાનું કહી તેની સામાન્ય સર્જરી માટે ઑપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ ડોક્ટરે મોઢાના કેન્સરનું ઑપરેશન કરી નાખ્યું હતું અને તેમની પાસેથી રૂ. 4 લાખની ફી લઈ લીધી હતી. પરિવારના કમાનારની તબિયત સારી ન રહેતા પત્નીએ દિવસ-રાત ચોકીદારની નોકરી કરવી પડે છે અને તેમની દીકરીએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવો પડ્યો છે. 

દરદીની દીકરીએ સોશિયલ મીડિયા પર પિતાની હાલત ખૂબ ખરાબ છે અને માતા પણ પરેશાન થઈ રહી છે અને પોતે ભણી નથી શકતી આથી, વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન પાસે મદદ માગી હતી. 

જોકે બીજી બાજુ ડોક્ટરે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર દરદીને ચોથા સ્ટેજનું કેન્સર હતું. તેમણે પરિવારને બધુ જ જણાવવાની ના પાડી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આ સાથે પોતે ફીપેટે રૂ. 2.47,000 લીધા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે પરિવાર તરફથી તેમને ધમકી મળતી હોવાનું પણ કહ્યું હતું.