Thu Jul 23 2026

Logo

'કરકસર શું માત્ર જનતાએ જ કરવાની?': રાજ ઠાકરેએ પીએમ મોદીના કાફલા અને રોડ શો પર સાધ્યું નિશાન

2026-05-12 17:09:14
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: કરકસર કરવાની સલાહ કેવળ સામાન્ય લોકો માટે જ છે છે એવો સવાલ કરી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે કરી તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન હજારો કારની મદદથી રોડ શો કરવામાં આવ્યા એમાં થયેલા બળતણના વપરાશની ઝાટકણી કાઢી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઇંધણનો વપરાશ ઘટાડવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કર્યા પછી ફેસબુક પર એક પોસ્ટમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે વડા પ્રધાન અને વરિષ્ઠ નેતાઓ મોટા કાફલા સાથે દેશભરમાં મુસાફરી કરવાનું ચાલુ રાખે છે.

મનસેના પ્રમુખે એમ પણ જણાવ્યું હતું કે 'શું વડા પ્રધાન સ્વીકારશે કે  રાજકીય અતિરેક ભૂલ હતી, અને તેમના સહિત આપણે બધા એવી ભૂલ ફરી નહીં કરીએ? તમારી ભૂલો માટે સામાન્ય માણસે શા માટે ભોગવવું જોઈએ? કરકસર કેવળ નાગરિકોએ જ કરવાની? રાજકીય વર્ગ માટે નહીં? ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 90-100 ડોલરની આસપાસ ચાલી રહ્યા છે પરંતુ આ પહેલી વાર નથી જ્યારે દુનિયા આવી પરિસ્થિતિમાં મુકાઈ હોય.'

મનસેના પ્રમુખએ વધુમાં જણાવ્યું હતું કે ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન અને મોદીના પાછલા કાર્યકાળ દરમિયાન પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ ડૉ. સિંહે લોકોને વિદેશ પ્રવાસ બંધ કરવાનું નહોતું કહ્યું અને મોદીએ પોતે પણ અગાઉ આવી અપીલ નહોતી કરી.
(પીટીઆઈ)