લખનઉઃ સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવની અચાનક એક્ઝિટને કારણે સમગ્ર યુપીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પ્રતીક યાદવની અચાનક નિધનથી અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. વહેલી સવારે 5.30 વાગ્યે હોસ્પિટલ પહોંચતા પહેલા જ એમના ધબકારા અટકી ગયા હતા. ફિટનેસ ફ્રેક રહેલા પ્રતીકના મૃત્યુ કેસમાં હવે દરેક તબક્કાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં આજે વહેલી સવારે એક અવસાનના સમાચારે રાજકીય લોબીમાં શોકનો માહોલ સર્જી દીધો હતો. સમાજવાદી પાર્ટીના સભ્ય અને ફિટનેસ આઈકન સમાન પ્રતીક યાદવના નિધનથી એમના પરિવારજનોને અણધાર્યો આઘાત લાગ્યો છે.
પીએમ રિપોર્ટમાં શું આવ્યું બહાર
એમના અચાનક મૃત્યુને કારણે અનેક એવા સવાલો ઊભા કર્યા છે જેના જવાબ પોલીસ અને ફોરેન્સિક ટીમ શોધી રહી છે, ત્યારે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ પણ આવી ગયો છ.ે રિપોર્ટમાં લોહી જામી જવાને કારણે ડેથ થયું હોઈ શકે છે. વિસ્તૃતમાં જણાવ્યું છે કે મોત કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ (હૃદય અને શ્વાસ લેવાની પ્રક્રિયા અચાનક બંધ થવા)ને કારણે થયું હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર એને કારણે શરીરમાં મોટા પાયે પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ (ફેફસામાં નસોમાં લોહી જામી જવા)નું કારણ જવાબદાર છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સિવાય હજુ પણ પોલીસ તપાસ સહિત અન્ય રિપોર્ટની પણ રાહ જોવાય છે. આ દુઃખદ ઘટના બાદ મેડિકલ ક્ષેત્રે એક અલગ દિશામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, પ્રતીકને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો એ પહેલા 15-20 મિનિટમાં પ્રાથમિક કે સીપીઆર મળી જાત તો કદાચ પરિણામ કંઈક અલગ હોત.
આ કારણ વિલંબ થયો
સામાન્ય રીતે જિમમાં જતા યુવાનોમાં હાઈપરટ્રોફિક કાર્ડિયોમાયોપૈથી અથવા અચાનક થનારી એરિથમિયાની સમસ્યા જોવા મળે છે. હવે ઘરે જ્યારે કોઈ ડિફિબ્રિલેટર અથવા એજ્યુકેટ વ્યક્તિ હોત તો યુદ્ધના ધોરણે મેડિકલ મદદ મળી શકે એમ હોત. આ કારણે જીવ બચવાની પૂરી શક્યતાઓ હતી. હોસ્પિટલ જવામાં મોડું થતા અને રસ્તામાં ટ્રાફિકની મુશ્કેલીને કારણે ઘણો વિલંબ થઈ ગયો હતો. પણ પ્રતીક યાદવના કેસમાં કંઈક અલગ શંકા સેવાઈ રહી છે. પ્રતીકના મૃત્યુ બાદ લખનઉ પોલીસ સક્રિય થઈ ગઈ છે. પોલીસે એક ટીમ તૈયાર કરીને ગોમતીનગર સ્થિત આવાસ તથા એમના જીમની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસનો મુખ્ય વિષય એ છે કે પ્રતીક કોઈ પ્રકારના સપ્લિમેન્ટ લેતો હતો કે, નહીં.
પરિવારજનોએ ઈનકાર કર્યો
એવી કોઈ દવાઓનું સેવન કરતો હતો કે, જેનાથી હ્રદય પર માઠી અસર ઊભી થાય? પોલીસને એમના રૂમમાંથી કેટલાક જીમ સપ્લિમેન્ટ અને દવાઓ મળી આવી છે. આ સિવાય પોલીસ એ મુદ્દાઓ ઉપર પણ તપાસ કરી રહી છે કે, રાત્રી દરમિયાન એના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ રહી છે કે નહીં? પરિવારજનોએ આ પ્રકારના કોઈ કાવતરાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પોલીસ તરેક તબક્કા અને દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનો વિવાદ ઊભો ન થાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, એના નખ પીડા પડી ગયા હતા.આ પરથી ઝેરની આશંકાને નકારી શકાતી નથી. પ્રતિને ખૂબ નજીકથી ઓળખનારા કહે છે કે, એમની દિનચર્યા એક એથલીટ જેવી હતી.
સ્લિપિંગ પેટર્નમાં ફેરફાર હતો
સામાન્ય રીતે એ 11.30 વાગ્યાથી 12.00ની વચ્ચે સૂઈ જતો અને સવારે 4.30થી 5.00ની વચ્ચે જાગી જતો હતો. બેડમાંથી ઊભા થયા બાદ એ તરત જ જીમ જવા માટે તૈયારીઓ કરતો હતો. ફીટનેસ પ્રત્યે એમનું એક ઝનૂન એવું હતું કે, તે પોતાના ડાયેટ અને સ્લિપિંગ સાયકલ સાથે ક્યારેય બાંધછોડ કરતો ન હતો. પણ છેલ્લા કેટલાક સમયથી એમની સ્લિપિંગ પેટર્નમાં એક પરિવર્તન જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ તણાવ કે ચિંતાને કારણે મોડી રાત સુધી જાગતો હતો.પોલીસે એમનો મોબાઈલ ફોન પણ ચેક કર્યો છે. કોલ રેકોર્ડિંગની પણ તપાસ કરવામાં આવી રહી છે. આના પરથી એ સ્પષ્ટ થશે કે, છેલ્લે કોની સાથે એમની વાત થઈ હતી અને શું વાત થઈ હતી.
છેલ્લે કોને ફોન કરીને વાત કરી
ખરેખર એ કોઈ મુશ્કેલીમાં હતો કે, બીજું કોઈ કારણ હતું એ હવે સ્પષ્ટ થશે. બુધવારે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. આ દુખાવો થયો એ સમયે તે પોતાના રૂમમાં જ હતા. પછી પરિવારજનો અને બીજા સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો એમને પોતાની કારમાં લખનઉની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ હોસ્પિટલના રિપોર્ટ અનુસાર પ્રતીક સવારે 5.30 વાગ્યે ઈમરજન્સી વૉર્ડમાં હતા. પછી તબીબોની પ્રાથમિક તપાસમાંથી જ સ્પષ્ટ થઈ ગયું કે, હોસ્પિટલ સુધી પહોંચે એ પહેલા જ એનું પ્રાણ પંખીરૂ ઉડી ગયું હતું. તબીબોએ એમને બ્રોટ ડેડ જાહેર કર્યા હતા. મૃત્યુનો એક્ઝેટ સમય 5.15થી 5.25 વાગ્યાની વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે.
'ડે સાયકલ'નો અભ્યાસ શરૂ
પ્રતીકના મૃત્યુથી ફરીવાર એ વાત સામે આવી છે કે, માત્ર જીમમાં જઈને બોડી બનાવવાથી જ સ્વસ્થ રહી શકાય એની કોઈ ગેરન્ટી નથી. પત્ની અર્પણા અને દીકરી માટે આ ક્યારેય ન ભરાય એવી ખોટ છે. પોલીસ રિપોર્ટમાંથી બીજા કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. હાલમાં તો સમગ્ર ઉત્તર પ્રદેશમાં પ્રતીક યાદવના નિધનથી માહોલ એકદમ શાંત થઈ ગયો છે. પોલીસ અનેક એવા વિષયને એકબીજા સાથે જોડીને તપાસ કરી રહી છે. ખાસ કરીને સમગ્ર ડે સાયકલ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.