Sat Aug 29 2026

Logo

બેંગલુરુમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, વિસ્ફોટક જિલેટન સ્ટીક મળી

2026-05-10 16:17:50
Author: Mumbai Samachar Team
બેંગલુરુમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, વિસ્ફોટક જિલેટન સ્ટીક મળી

બેંગલુરુ : પીએમ મોદીની બેંગલુરુ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ચૂકની માહિતી પ્રકાશમાં આવી છે.  જેમાં તેમના પસાર થનારા નિર્ધારિત રુટ પર વિસ્ફોટક જિલેટન સ્ટીક મળી આવી હતી. આ ઘટના બેંગલુરુની બહારના કનકપુર રોડ પર બની હતી. આ રૂટ પરથી પસાર થયા બાદ પીએમ મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. 
જિલેટીન સ્ટીક મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. 

જિલેટીન  સ્ટીકને પુલ નજીક કમ્પાઉન્ડ વોલમાં ફેંકી દેવામાં આવી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલેટીન  સ્ટીકને પુલ નજીક કમ્પાઉન્ડ વોલની બહાર ફેંકી દેવામાં આવી હતી. તેમજ વિસ્ફોટક  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વડાપ્રધાનનો કાફલો આ વિસ્તારમાંથી પસાર થાય તે પહેલાં જ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જેના કારણે મોટો સંભવિત ખતરો ટળ્યો હતો. 

પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો

જોકે, આ માહિતી બાદ પોલીસ એકશનમાં આવી હતી. તેમજ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો છે. 
જેની પોલીસે હજુ સુધી ઓળખ છતી નથી કરી. તેમજ હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ પીએમ મોદીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.