નવી દિલ્હીઃ વડાપ્રધાન આજથી પાંચ દિવસ માટે પાંચ દેશના પ્રવાસ માટે રવાના થઈ ગયાં છે. વિદેશ યાત્રાની શરૂઆત યુએઈથી કરવાના છે. અત્યારે તેઓ યુએઈ જવા માટે રવાના થયાં છે. અહીંથી તેઓ નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટલી જવાના છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વડા પ્રધાન આજે સવારે આઠ વાગ્યાની આસપાસ યુએઈ જવા માટે રવાના થઈ ગયાં છે. પહેલા તેઓ અબૂ ધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ-નાહયાન સાથે મુલાકાત કરશે. ચર્ચા એવી છે કે, આ બંને દેશો વચ્ચે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, LPG અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત સંબંધિત બે મુખ્ય કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.
તેલ સંકટ વચ્ચે પીએમ મોદીને વિદેશ પ્રવાસે
ભારતમાં અત્યારે તેલ સંકટ છે, ઈંધણની બચત કરવા માટે રાષ્ટ્રજોગ અપીલ કરવામાં આવી હતી. તેવામાં પીએમ મોદીને આ વિદેશ પ્રવાસ યોજાઈ રહ્યો છે. રશિયા પાસેથી તેલની ખરીદી કરવા માટે અમેરિકાએ જે સમય આપ્યો હતો તે પણ હવે પૂર્ણ થવા આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, જો અમેરિકા સમય નહીં વધારે તો રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો થઈ શકે છે. આ સ્થિતિમાં ભારત પાસે તેલની ખરીદી માટે બીજો કોઈ વિકલ્પ હોવો જરૂરી છે. એટલા માટે આ વિદેશ યાત્રા થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાનો પ્રયાસ
આ મુલાકાત દ્વારા પીએમ મોદી ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, ખાસ કરીને ગલ્ફ દેશોમાંથી તેલ અને ગેસ પુરવઠાને સ્થિર કરીને. યુએઈની મુલાકાત બાદ, પીએમ નરેન્દ્ર મોદી 15 થી 17 મે દરમિયાન નેધરલેન્ડની મુલાકાત લેશે. 2017 પછી પીએમ મોદીની નેધરલેન્ડની આ બીજી મુલાકાત હશે. યુએઈએ તેલ ઉત્પાદક દેશોના જૂથ, ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં, બંને દેશો વચ્ચેની ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.