Sun Jul 26 2026

Logo

રાષ્ટ્રપતિનું અપમાન એટલે બંધારણનું અપમાન: PM મોદીએ 'પ્રોટોકોલ ભંગ' મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી

2026-03-08 15:49:00
Author: Mumbai Samachar Team
Article Image

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડા પ્રધાને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહાર; કહ્યું- બંગાળની જનતા આ અહંકારને માફ નહીં કરે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંતરારાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે પાટનગરમાં લગભગ 33,500 કરોડ રુપિયાના ખર્ચે અનેક વિકાસલક્ષી યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અહીંની ઈવેન્ટ વખતે વડા પ્રધાન મોદી જનસભાને સંબોધતા પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) પર આકરા પ્રહારો કર્યા હતા. ટીએમસી સરકારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા મુદ્દે આકરી ટીકા કરી હતી. ટીએમસીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યો હોવાનો આરોપ મૂક્યો.

ટીએમસીએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો

પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે આજે દુનિયા આંતરારાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહી છે, ત્યારે ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકારે દેશના રાષ્ટ્રપતિનું ઘોર અપમાન કર્યું હતું. દ્રોપદી મુર્મુ સંથાલ સમુદાયના એક ઉત્સવમાં સામેલ થવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા, પરંતુ ત્યાં રાષ્ટ્રપતિનું અપમાન થયું. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિનું સન્માન કરવાને બદલે ટીએમસીએ આ ઈવેન્ટનું સન્માન કરવું જોઈએ, પરંતુ આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો.

બંધારણની ભાવના વિરોધી

પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ આદિવાસી સમુદાયમાંથી આવે છે અને હમેશાં તેમના વિકાસલક્ષી કાર્યો માટે ચિંતિત પણ રહે છે. પણ ટીએમસીની સરકારે આ કાર્યક્રમમાં રાજ્ય સરકારે જિલ્લાવહીવટી પ્રશાસન પર બધુ ઢોળી દીધું. આ ફક્ત રાષ્ટ્રપતિનું અપમાન નથી, પરંતુ ભારતના બંધારણનું અપમાન છે. આ બંધારણની ભાવનાનું અપમાન છે. આ લોકશાહીની મહાન પરંપરાનું અપમાન છે. વડા પ્રધાને કહ્યું કે આ વ્યવહાર બંધારણની ભાવના વિરુદ્ધમાં છે.

રાષ્ટ્રપતિની ગરિમાનું કર્યું અપમાન

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણા દેશમાં કહેવાય છે કે કોઈ વ્યક્તિ ગમે તેટલું શક્તિશાળી હોય નહીં, પરંતુ તેનો અહંકાર નાશ કરે છે. આજે દેશના પાટનગરમાંથી તમને અપીલ કરું છું કે આ ટીએમસીના ગંદા રાજકારણ અને સત્તાનો અહંકાર, જેને એક આદિવાસી રાષ્ટ્રપતિની ગરિમાનું અપમાન કર્યું છે, જે ઝડપી ચકનાચૂર થશે.

તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની જનતા ટીએમસીની એક મહિલા, એક આદિવાસી, દેશના રાષ્ટ્રપતિનું અપમાન કરવાની બાબતને ક્યારેય માફ કરશે નહીં. દેશના આદિવાસી સમુદાય પણ ક્યારેય માફ કરશે નહીં. દેશની મહિલાઓ પણ માફ કરશે નહીં.

પશ્ચિમ બંગાળની મુલાકાતમાં વિવાદ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા પછી પ્રોટોકોલનું પાલન નહીં કર્યું હોવાનું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. દાર્જિલિંગ જિલ્લાના નવમા આંતરારાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. મૂળ રીતે કાર્યક્રમ બિધાનનગરમાં હતો, જ્યાં મોટી સંખ્યામાં સંથાલ આદિવાસી સમુદાયના લોકો પહોંચી શક્યા હોત, પરંતુ સુરક્ષાના કારણોસર બાગડોગરા એરપોર્ટ નજીકના ગોશાઈપુરમાં ટ્રાન્સફર કર્યો હતો. આ મુદ્દે રાષ્ટ્રપતિએ ખૂદ નારાજગી વ્યક્ત કરી હતી એ સ્થળ નાાનું હોવાની સાથે અનેક લોકો પહોંચી શક્યા નહોતા. 

મમતા બેનરજીએ દાવાઓને ફગાવ્યાં

આ મુદ્દે મમતા બેનરજીને નાની બહેન ગણાવ્યા હતા અને પોતાનાથી નારાજ હોવાનું ગણાવ્યું હતું, કારણ કે મુખ્યપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન રિસીવ કરવા આવ્યા નહીં, જ્યારે પોતાના પદની ગરિમા માટે પ્રોટોકોલનું પાલન કરવાનું જરુરી હતું, પણ એમ થયું નહોતું. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ટીએમસી આમનેસામને આવી ગયા હતા. જોકે, રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ તમામ દાવાઓને ફગાવી નાખ્યા હતા અને કહ્યું કે કાર્યક્રમ અંગે રાજ્ય સરકારને કોઈ જાણકારી આપી નહીં હોવાનું જણાવ્યું હતું.