Wed Jun 10 2026

Logo

મધરાતે સ્મશાનમાં પરાગ ત્યાગીએ કોની સાથે કરી વાત? વીડિયો શેર કરીને કહ્યું, 'હું અહીંયા તમને... વીડિયો થયો વાઈરલ

2026-06-09 20:43:57
Author: Darshana Visaria
Article Image

ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને રોમેન્ટિક જોડીઓમાંથી એક એટલે શેફાલી જરીવાલા અને પરાગ ત્યાગી. પરંતુ વર્ષ 2025માં શેફાલી જરીવાલાનું માત્ર 42 વર્ષની નાની ઉંમરે અચાનક નિધન થતાં ફેન્સ અને ટીવી જગત હજુ પણ બહાર આવી શક્યા નથી. પત્નીના અચાનક અવસાનથી પતિ પરાગ ત્યાગી પણ ભાંગી પડ્યા છે અને તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર શેફાલી સાથેની યાદો અને ફોટો શેર કરતાં રહે છે. હાલમાં જ પરાગ ત્યાગીએ એક ડરામણો એક્સપિરિયન્સ શેર કર્યો હતો. 

પરાગ ત્યાગી અને તેમનો પેટ ડોગ શેફાલી ઝરીવાલાની યાદમાં જીવી રહ્યા છે. આ સદમા વચ્ચે હવે પરાગ મોદિનગરના એક શ્મશાન ઘાટ પર પહોંચ્યો હતો, જ્યાં તેણે મૃત લોકોની આત્માઓનો અનુભવ કર્યો હોવાનો અને પીપળાના ઝાડ પર એક અજીબ સફેદ ચહેરો જોઈને ડરી ગયો હોવાનો હચમચાવનારો દાવો કર્યો છે.

શેફાલી જરીવાલાના અવસાન બાદ પરાગે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, જેમાં તે અવારનવાર પોતાની 'પરી' એટલે કે શેફાલીને યાદ કરીને વ્લોગ શેર કરતો રહે છે. તાજેતરમાં જ પરાગે મોદિનગરના સ્મશાન ઘાટની મુલાકાત લીધી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પરાગ કેમેરા ફેરવીને આસપાસનો માહોલ બતાવે છે અને કહે છે કે, મને અહીં નેગેટિવ એનર્જી અને આત્માઓની હાજરી અનુભવાઈ રહી છે. સ્મશાનમાં અજીબ ગતિવિધિઓ થઈ રહી છે અને વિચિત્ર અવાજો પણ આવી રહ્યા છે.

પરાગે ત્યાં હાજર કથિત આત્માઓ સાથે વાત કરતા કેમેરા સામે કહ્યું, હું અહીં તમને પરેશાન કરવા નથી આવ્યો. તમે જ્યાં પણ હોવ, ખુશ અને શાંતિથી રહો. ત્યારબાદ તેણે સ્મશાનમાં લગાવવામાં આવેલી ભગવાન કૃષ્ણ અને અર્જુનની પેઇન્ટિંગ બતાવીને ભાવુક અંદાજમાં કહ્યું, હરિ આપણી સાથે છે અને મારી પરી પણ મારી સાથે છે, તો પછી ડર કઈ વાતનો?

અત્રે ઉલ્લેખનીય છે કે જૂન, 2025માં શેફાલી જરીવાલાનું અચાનક નિધન થયું હતું. 27મી જૂનના રોજ શેફાલીએ પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા રાખી હતી અને વ્રત કર્યું હતું. પૂજા બાદ તેણે કેટલીક એન્ટી-એજિંગ દવાઓ, ગ્લુટાથિઓન ઇન્જેક્શન અને વિટામિન-સી ડ્રિપ લીધી હતી. આ ટ્રીટમેન્ટના થોડા જ કલાકોમાં તેની તબિયત અચાનક બગડી ગઈ હતી. 

પરાગ તાત્કાલિક તેને અંધેરીની બેલેવ્યુ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ ત્યાંના તબીબોએ શેફાલીને મૃત જાહેર કરી હતી. પત્નીના આ અણધાર્યા મૃત્યુના આઘાતમાંથી પરાગ આજે પણ બહાર આવી શક્યો નથી.