Sun Aug 23 2026

Logo

પાલઘર જિલ્લામાં હળવો ધરતીકંપ: એક અઠવાડિયામાં ત્રીજો ધરતીકંપ

2026-07-31 20:44:46
Author: Sapna Desai
Article Image

પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શુક્રવારે બપોરે ૩.૫ ની તીવ્રતાનો હળવો ધરતીકંપ આવ્યા હતો, જે એક અઠવાડિયામાં આ પ્રદેશમાં નોંધાયેલો ત્રીજો ધરતીકંપનો  આંચકો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પાલઘર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે સાંજે ૪.૪૫ વાગ્યે નોંધાયેલા ધરતીકંપને કારણે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં પાલઘરમાં આ ત્રીજી ધરતીકંપપની ઘટના છે. પચ્ચીસ જુલાઈના રોજ, ભારે વરસાદ વચ્ચે દહાણુ તાલુકાના ગંજદ વિસ્તારમાં ૩.૧ ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જ્યારે ૨૮ જુલાઈના રોજ જિલ્લામાં બીજો હળવો ધરતીકંપ આવ્યો હતો જેનું એપીસેન્ટર પાટિલપાડા ગામમાં હતું. પાલઘર જિલ્લામાં ખાસ કરીને દહાણુ અને તલાસરી તાલુકાઓમાં વર્ષોથી ઓછી તીવ્રતાના ધરતીકંપના આંચકા અનુભવાયા છે. 
(પીટીઆઈ)