ઇસ્લામાબાદ : મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સંસદમાં જાહેરાત કરી છે કે પાકિસ્તાન સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષરનું આયોજન કરશે.
ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પ્રશંસા કરી
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સંસદમાં ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પ્રશંસા કરી હતી. તેમજ કહ્યું હતું કે તેમણે યુદ્ધને સમાપ્ત કરાવવા અને શાંતિ સ્થાપિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.તેમણે જણાવ્યું હતું કે આ ફક્ત બે રાષ્ટ્રો વચ્ચેનો કરાર નથી પરંતુ શાંતિ અને સંવાદનો વિજય છે અને એક રાજદ્વારી સફળતા છે. આ સંઘર્ષે વૈશ્વિક ઉર્જા માળખા માટે ગંભીર ખતરો ઉભો કર્યો છે.
107 દિવસના સંઘર્ષને સમાપ્ત કરવા કરાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વાટાઘાટો દરમ્યાન અમેરિકા અને ઈરાન બંને દેશોએ ધીરજ અને સમજણ દર્શાવી હતી. જેના લીધે સમગ્ર વિશ્વ આ મહત્વપૂર્ણ દિવસનું સાક્ષી બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે.જેના કારણે વૈશ્વિક ઉર્જા સંકટ સર્જાયું હતું.