લંડન: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે 16 વર્ષની નાની ઉંમરના બાળકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં હવે 16 વર્ષથી નાની ઉંમરમાં બાળકો સોશિયલ મીડિયા એપ્સ નહિ વાપરી શકે. બ્રિટનના વડાપ્રધાને જાહેરાત કરી છે કે હવે 16 વર્ષથી નાની ઉંમરના તમામ બાળકો માટે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જેથી તેમની જીવનમાં ખુશી અને સુરક્ષા બની રહે.
Keir Starmer announces social media ban for under-16s, saying it will make them happier and safer
— Steven Swinford (@Steven_Swinford) June 15, 2026
* The ban will include Snapchat, TikTok, YouTube, Instagram, Facebook and X. It will *not* include messaging services like WhatsApp and Signal. YouTube Kids and Google Classroom…
બાળકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી સર્વોપરી
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે એક સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને નાના બાળકોના પિતા બંને ભૂમિકાઓ ભજવતા આ નિર્ણય યોગ્ય લાગે છે. તેમણે સ્વીકાર્યું કે વિશ્વની કેટલીક મોટી ટેક કંપનીઓ વિરુદ્ધ આવા પ્રતિબંધનો અમલ કરવો સરળ નહીં હોય. પરંતુ જણાવ્યું હતું કે બાળકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી સર્વોપરી છે.
બાળકો સોશિયલ મીડિયાના વ્યસની બન્યા
આ અંગે તેમણે એક્સ પર પોસ્ટ કરાયેલા એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે આ નિર્ણય હજારો માતા-પિતા સાથે સલાહ લીધા પછી લેવામાં આવ્યો છે. જેમાં એવું જોવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયાના વ્યસનથી બાળકોના જીવનના વિવિધ પાસાઓ, ખાસ કરીને તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. સ્ટાર્મરે કહ્યું, "આજકાલ, બાળકોને ઝડપથી બદલાતી દુનિયામાં નેવિગેટ કરવું પડે છે જ્યાં ટેકનોલોજી તેમના જીવનના દરેક પાસામાં ફેલાયેલી છે. આપણે જાણીએ છીએ કે આનાથી તેમને નુકસાન થાય છે.
બાળકોને સતત સ્ક્રોલિંગના ચક્રમાં ફસાવે છે
જ્યારે માતાપિતા તરફથી મળેલા પ્રતિભાવો સ્પષ્ટ રહ્યા છે. જેમાં હજારો લોકો કહે છે કે તેમના બાળકો સોશિયલ મીડિયાના વ્યસની બની ગયા છે. આ તેમને સતત સ્ક્રોલિંગના ચક્રમાં ફસાવી શકે છે. તેમજ રમતગમત, ઊંઘ અને પરિવાર સાથેના સમયમાં કાપ મૂકે છે. જે તેમના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ બાબતમાં માતાપિતાને આપણા સમર્થનની જરૂર છે. એટલા માટે સરકારે આજે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.