વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા-ઈરાન યુદ્ધ ખતમ કરવા સહમત થતાં આશરે 4 મહિનાથી ચાલ્યા આવતા ઘટનાક્રમને લઈ લોકોએ હાશકારો અનુભવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી હતી. યુદ્ધના કારણે મિડલ ઈસ્ટને ખેદાનમેદાન કરી દીધું, વૈશ્વિક અર્થતંત્ર અનેક ઘણા મોટા દેશોની તેના પર અસર થઈ હતી.
જાણો અમેરિકા-ઈરાનના યુદ્ધમાં કોને નુકસાન-કોને ફાયદો
ઈરાનઃ અમેરિકા અને ઇઝરાયલના હવાઈ હુમલાથી ઈરાનને મોટું નુકસાન થયું છે. તેની નૌસેના નાશ પામી છે, સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈ સહિત અનેક મોટા નેતા પણ માર્યા ગયા છે. ઈરાનનું અર્થતંત્ર નબળું પડી ગયું છે, તેમ છતાં સરકાર સત્તામાં છે. ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને ભલે મોટું નુકસાન થયું હોય પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં મિસાઈલ અને ડ્રોન છે. ઈરાન પાસે સંવર્ધિત યુરેનિયમનો મોટો હિસ્સો બચ્યો છે. સૌથી મોટી વાત છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનની સહમતિથી ખૂલ્યું છે.
અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પઃ યુદ્ધની અસર અમેરિકા પર પણ પડી છે. પેટ્રોલના ભાવ વધી ગયા છે. એક અમેરિકન પરિવારે સરેરાશ 450 ડૉલર એકસ્ટ્રા ખર્ચ કરવા પડી રહ્યા છે. અમેરિકન સેનાએ કરેલા હુમલાનો ઈરાને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઈરાને 20 અમેરિકન સૈન્ય ઠેકાણાને નુકસાન પહોંચ્યાડ્યું હતું. જેનાથી સહયોગી દેશોનો અમેરિકા પરથી ભરોસો ઓછો થયો. મે મહિનાના સર્વે મુજબ 60 ટકા અમેરિકનવાસીઓ યુદ્ધની વિરુદ્ધમાં હતા. ટ્રમ્પનો ટાર્ગેટ ઈરાનની મિસાઈલ ક્ષમતા, નૌસેના અને પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાનો હતો.
ઈઝરાયલઃ ઈરાનનો ખતરો ખતમ જશે તેવા ઈરાદા સાથે ઈઝરાયલે યુદ્ધની શરૂઆત કરી હતી. પરંતુ સમજૂતી બાદ પણ ઈરાન પાસે મિસાઈલો અને સંવર્ધિત યુરેનિયમ છે. તેનાથી ઈઝરાયલીની ચિંતા હજુ યથાવત છે. અહેવાલો મુજબ અંતિમ વાતચીતમાં ઈઝરાયેલની ભૂમિકા મર્યાદીત રહી છે. અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને યુદ્ધની શરૂઆત કરી હતી પરંતુ ટ્રમ્પે નેતન્યાહૂની અવગણના કરીને ઈરાન સાથે સમજૂતિ પર સહમતિ કરી હતી. ટ્રમ્પે નેતન્યાહૂને શાંતિ મંત્રણાથી દૂર કરી દીધા હતા.
ખાડી દેશોઃ યુએઈ સહિત અનેક ખાડી દેશોએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાનો સામનો કરવો પડ્યો હતો. યુએઈ પર સૌથી વધુ હુમલા થયા. જોકે તેની એર ડિફેન્સ સિસ્ટમે મોટું નુકસાન અટકાવ્યું હતું. હવે ખાડી દેશો હોર્મુઝ પર નિર્ભરતા ઓછી કરવા માટે નવી પાઈપલાઈન અને વૈકલ્પિક નિકાસ માર્ગોમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ચીન અને રશિયાઃ ચીન ઈરાનનો સૌથી મોટો ભાગીદાર અને તેલ ખરીદનાર દેશ છે. સંકટની સૌથી ઓછી અસર થઈ હતી. ચીને તેલ ભંડાર અને રિન્યુએબલ એનર્જીનો સહારો લીધો હતો. જ્યારે રશિયાને થોડા સમય માટે કૂડની ઊંચી કિંમતનો ફાયદો થયો હતો પરંતુ તેની આર્થિક સમસ્યા પૂરી રીતે દૂર નહોતી થઈ.
યુક્રેનઃ શરૂઆતમાં લોકોને યુક્રેન માટે યુદ્ધ નુકસાનકારક સાબિત થશે તેમ લાગ્યું હતું, જોકે તેનાથી ઉલ્ટું થયું. ઈરાનના ડ્રોન હુમલા રોકવા માટે યુક્રેનના અનુભવની માંગ વધી ગઈ. જે બાદ યુક્રેને કતાર, સાઉદી અરબ અને યુએઈ સાથે નવા સુરક્ષા કરાર કર્યા હતા.
બ્રિટનઃ બ્રિટન પહેલાંથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. જુલાઈથી ઘરેલું ઊર્જા બિલ સરેરાશ 200 પાઉન્ડ વધવાની આશંકા છે અને મોંઘવારી 4 ટકા સુધી પહોંચી શકે છે. યુદ્ધે બ્રિટનની સૈન્ય નબળાઈ પણ છતી કરી હતી. 1 માર્ચે સાયપ્રસમાં જ્યારે બ્રિટિશ રૉયલ એરફોર્સના બેસ પર ડ્રોનથી હુમલો થયો ત્યારે ભૂમધ્ય સાગરમાં રૉયલ નેવીન કોઈ મોટી સબમરિન નહોતી.
ગ્લોબલ ઈકોનૉમી પર અસરઃ યુદ્ધ દરમિયાન તેલની કિંમતમાં આશરે 40 ટકાનો વધારો થયો છે. તેનાથી મોંઘવારી અને ઊર્જા સંકટની ચિંતા વધી. યુદ્ધે દુનિયાના સૌથી ગરીબ દેશોને પણ પ્રભાવિત કર્યા છે. યુદ્ધ ભલે ખતમ થવા તરફ આગળ વધી રહ્યું હોય, પરંતુ તેની આર્થિક અને રાજકીય અસર લાંબા સમય સુધી જોવા મળશે.