Mon Sep 14 2026

Logo

DRDO એ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

2026-06-15 20:01:00
Author: Chandrakant Kanoja
DRDO એ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

ભુવનેશ્વર: ડીઆરડીઓ(DRDO)એ ઓડિશાના દરિયાકાંઠેથી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલ (LRLACM)નું સફળ પરીક્ષણ  કર્યું છે. જ્યારે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ, ચાંદીપુર દ્વારા તૈનાત વિવિધ ટ્રેકિંગ સાધનોમાંથી મેળવેલા ડેટા અનુસાર તમામ લક્ષ્યો હાંસલ કરવામાં આવ્યા છે. 

LRLACM એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ

LRLACM એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ છે, જેની બધી સબસિસ્ટમ્સ વિવિધ DRDO પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા બનાવવામાં આવી છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ  બેંગલુરુ તેની નોડલ લેબોરેટરી તરીકે સેવા આપે છે. 

DRDO ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા

ભારતીય નૌકાદળ અને વાયુસેનાના પ્રતિનિધિઓ સાથે DRDO ના વરિષ્ઠ અધિકારીઓએ LRLACM ના સફળ પરીક્ષણ પર DRDO ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા. સંરક્ષણ સચિવ, સંરક્ષણ વિભાગ (R&D)ના સચિવ અને DRDOના અધ્યક્ષ રાજેશ કુમાર સિંહે લોન્ચ દરમિયાનની બધી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને સફળ પરીક્ષણમાં સામેલ તમામ ટીમના સભ્યોને અભિનંદન આપ્યા હતા. જયારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે LRLACM ના સફળ પરીક્ષણ બદલ DRDO ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા. 

આ અગાઉ, 13 જૂનના રોજ, DRDO એ વિવિધ પ્રકારના દુશ્મન ખતરા સામે રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે રચાયેલ ઘણી મુખ્ય તકનીકોનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.