Mon Jun 15 2026

Logo

પાકિસ્તાની સેના દ્વારા પીઓકેમાં કરાતી કાર્યવાહીનો લંડનમાં વિરોધ, આર્મી ગો બેકના નારા લગાવ્યા

London   2026-06-15 15:57:35
Author: Chandrakant Kanoja
Article Image

લંડન : પાકિસ્તાનની સેના દ્વારા પીઓકેમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વૈશ્વિક મંચ પર પણ  વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં લંડનમાં બ્રિટિશ કાશ્મીરીઓએ બેનરો સાથે વિરોધ માર્ચ કરી હતી. તેમણે પાકિસ્તાની સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 

જોઈન્ટ આવામી એક્શન કમિટીને ટેકો આપ્યો 

જેમાં રવિવારે બ્રિટિશ કાશ્મીરીઓ પાર્લામેન્ટ સ્ક્વેર પર એકત્ર થયા હતા અને ટ્રફાલ્ગર સ્ક્વેર સુધી બેનરો સાથે વિરોધ  કૂચ કરી હતી. આ લોકોએ પીઓકેમાં જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ને ટેકો આપ્યો હતો અને માનવ અધિકારોની પુનઃસ્થાપનાની માંગ કરી હતી. આ રેલીમાં પ્રદર્શનકારીઓએ  પાકિસ્તાન આર્મી ગો બેકના નારા પણ લગાવ્યા હતા. તેઓએ પીઓકેમાં નાગરિકોની હત્યા, મહિલાઓની ઉત્પીડન અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાની સેનાની કાર્યવાહી મુદ્દે  હ્યુમન રાઇટ્સ કમિશને ચિંતા વ્યક્ત કરી 

પીઓકેમાં પાકિસ્તાની સેનાની કાર્યવાહી મુદ્દે પાકિસ્તાન હ્યુમન રાઇટ્સ કમિશન  સહિત ઘણા સંગઠનોએ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જોઈન્ટ આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.