Mon Sep 07 2026

Logo

ગુજરાત સરકારે 'ઔદ્યોગિક નીતિ-2026' જાહેર કરી, સ્ટાર્ટઅપ્સ અને MSME ક્ષેત્ર પર ભાર

2026-06-15 19:12:00
Author: Chandrakant Kanoja
ગુજરાત સરકારે 'ઔદ્યોગિક નીતિ-2026' જાહેર કરી, સ્ટાર્ટઅપ્સ અને MSME ક્ષેત્ર પર ભાર

ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે "વિકસિત ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી 2026"  મહાત્મા મંદિર ગાંધીનગર જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્ટાર્ટઅપ સહાય અને MSME ક્ષેત્રના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપ દર્શાવવામાં આવ્યો છે. આ પોલિસીમાં  વિકસિત ગુજરાતથી વિકસિત ભારત -2047ને સાકાર કરવા ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ઈનોવેશન –ડ્રિવન અને સસ્ટેઈનેબલ ઈન્ડસ્ટ્રિઅલ પાવરહાઉસ બનાવવાની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ઔધોગિક નીતિ-2026  ચાર મજબૂત સ્તંભો પર આધારિત

ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ 2026 જે ચાર મજબૂત આધાર સ્તંભો પર ઉભી છે. જેમાં  ઈન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન, ઈનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ મહત્વના છે. .તેમજ નીતિ-આધારિત અભિગમ અને વ્યવસાય કરવાની સરળતાને પ્રાથમિકતા આપીને, અમે એક સર્વાંગી, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને નવીનતા-આધારિત ઔદ્યોગિક પાવરહાઉસ બનાવી રહ્યા છીએ જે આત્મનિર્ભર ભારતને આગળ ધપાવશે.

જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે  ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને આ નીતિનું સૌથી મહત્વપૂર્ણ પાસું ગણાવ્યું હતું. તેમણે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 માં ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેસ્ટ વોટર રિસાયક્લિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપ્યું છે.

 

ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી 

મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વની ઝડપથી બદલાતી જતી અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી, આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને ગ્લોબલ સપ્લાય ચેઈનની નવી રચના ઉદ્યોગોના સ્વરૂપને બદલી રહી છે ત્યારે ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તેમના અભિપ્રાયો અને માંગણીઓ સંકલિત કરીને તૈયાર કરવામાં આવી છે.

વિકાસની એક મજબૂત ઇકોસિસ્ટમ ઉભી કરશે

જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નવી ઔદ્યોગિક નીતિથી  વિવિધ ક્ષેત્રોમાં ૧૫ થી ૪૫ ટકા સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાંઆવશે. જેથી નવા રોકાણો આકર્ષાય, રોજગારીનું સર્જન થાય અને રાજ્યના યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક મળે. આ નીતિ દ્વારા સરકાર અને ઉદ્યોગ જગત મળીને વિકાસની એક મજબૂત ઇકોસિસ્ટમ ઉભી કરશે.