અસંતુષ્ટ સાંસદો શિંદે જૂથના સંપર્કમાં હોવાના દાવા વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવવાની તૈયારી
મુંબઈઃ પશ્ચિમ બંગાળ પછી હવે મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ વધી છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ની શિવસેના ફરી સક્રિય થતા અનેક સમીકરણ રચાવવાના શરૂ થયા હતા. આ પરથી એટલું કહી શકાય કે મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ થવાની છે. ઠાકરેની સામે એકનાથ શિંદે જૂથના ગણાતા સાંસદો પણ સક્રિય થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી બાદ સૌનું ધ્યાન હવે મહારાષ્ટ્ર પર વધારે છે, કારણ કે શિવસેના પહેલાથી જ બે ભાગમાં વહેંચાઈ ચૂક્યા છે. હવે ફરી ઉદ્ધવ ઠાકરેની શિવસેના રાજકીય મેદાને ઊતરી છે એવા સમાચાર છે.
ક્યા કારણે કદાવર નેતાની ઊંઘ ઉડી ગઈ?
એકનાથ શિંદે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન છે. એમના જૂથના કેટલાક નેતાઓ ફરી સક્રિય થઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદ જે હવે પોતાને અસલી શિવસેનાના સભ્યો ગણાવી રહ્યા છે. તેઓ આવનારા સમયમાં શિંદે ગ્રૂપ સાથે હાથ મિલાવીને સભ્ય બની શકે છે. આ કારણે ઉદ્ધવ ઠાકરેની ગણતી શિવસેના મંડળીના કેટલાક કદાવર નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે. આને 'ઑપરેશન ટાઈગર' એવું નામ આપવામાં આવ્યું છે. આ બધુ કોના ઈશારે અને આની પાછળ મુખ્ય માણસ કોણ એની ચર્ચા મહારાષ્ટ્રની રાજકીય લોબીમાં જોરશોરથી ઊઠી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીમાં તિરાડ પડી છે આવી અફવાએ વેગ પકડ્યો હતો. આ અફવાઓનું ખંડન કરવા થોડા સમય પહેલા કાર્યકર્તાથી લઈને સાંસદ સુધીના નેતાઓની માતોશ્રીમાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ઉદ્ધવ ઠાકરે પણ જોડાયા હતા.
Sanjay Raut On Operation Tiger : Eknath Shinde : ऑपरेशन टायगर; राऊत काय म्हणाले? | Sanjay Raut Statement#SanjayRaut #OperationTiger #ShivSenaUBT #MaharashtraPolitics #PoliticalNews #BreakingNews #MarathiNews #UddhavThackeray #Maharashtra #LatestNews pic.twitter.com/JerWaWhkOb
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) June 14, 2026
પાર્ટી ખતમ થઈ જશે
ઑપરેશન ટાઈગરને લઈને શિવસેનાના જ નેતાએ પ્રતિક્રિયા આપી હતી. સંજય નિરૂપમે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ધીમે ધીમે ખતમ થઈ રહી છે. એમની જ પાર્ટીના ધારાસભ્યો તથા સાંસદોને શીર્ષ નેતૃત્વના સંચાલન પર ભરોસો નથી. નેતાએ દાવો પણ એવો કર્યો હતો કે, વર્ષ 2029 સુધીમાં પાર્ટી જ ખતમ થઈ જશે. ઉદ્ધવ જૂથને કાર્યકર્તાઓ પણ છોડી રહ્યા છે. વાત જ્યારે એમના સાંસદની આવી, ત્યારે હું એટલું જ કહીશ કે, અમારે એમની સાથે કોઈ લેવાદેવા નથી. આ એમની પાર્ટીનો આંતરિક મુદ્દો છે.
એક બાજુ જ્યાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફાટા પડવાની વાત છે બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપ જાધવે દાવો કર્યો કે ઉદ્ઘવ ઠાકરે જૂથના સાંસદો એકનાથ શિંદે જુથના કેટલાક નેતાઓના સંપર્કમાં છે. આ સંબંધો દિવસે દિવસે મજૂબત થઈ રહ્યા છે. કેટલાક નેતાઓ સામેલ થવા માગે છે અને કેટલાક એની તૈયારીમાં છે. એનાથી શિવસેના વધારે મજૂબત થશે. પણ કોની શિવસેના અને ક્યા ગ્રૂપ સંબંધી તેમણે વાત કહી એ અંગે ખાસ કોઈ સ્પષ્ટતા કરી નથી.
જે થશે એ મહારાષ્ટ્રના હિતમાં
બેબાક નિવેદન આપતા સંજય રાઉતે પણ આ વિષય પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટીઓને તૂટતી બચાવવા માટેનો આ અંતિમ પ્રયાસ છે. આ માટે તમારે પરિણામ આવે એની રાહ જોવી પડશે. મને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ગઠબંધન સરકાર બન્ને આકર્ષણમાં છે. મને એવું લાગે છે કે, જે કંઈ થશે એ મહારાષ્ટ્રના હિતમાં થશે. ઉદ્ધવ ઠાકરે જૂથમાં તિરાડની અફવા ઉડી એવા જ સમયે ઑપરેશન ટાઈગર અસ્તિત્વમાં આવ્યું. જેના વિશે એવું કહેવાય છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક નેતાઓને પોતાની તરફ કરી લેવા માટેનું આ અભિયાન છે. જોકે, રાજકારણમાં કોઈ લાભ વગર વાત કરતું નથી. ઉદ્ધવની શિવસેના જૂથના જ કેટલાક કદાવર નેતા શિંદે જૂથના લોકો સાથે સંપર્કમાં હોવાની વાત આવતા મામલો ગરમાયો હતો. હકીકત એ પણ છે વર્ષ 2022માં શિંદેએ શિવસેનાના મોટા ભાગના ધારાસભ્યોને પોતાની સાથે લઈને ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવી નાખી હતી.

માતોશ્રીમાં આખરે શું થયું?
આ પછી શિવસેના બે જુથમાં વહેચાઈ ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેનું જુથ અને શિંદેનું જૂથ. આ તિરાડ વચ્ચે કેટલાક નેતાઓ અંદર ખાને હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. જાહેરમાં મુદ્દો બીજો હોય પણ અંદરનું રાજકારણ બીજી તરફ હોય એવું પણ જોવા મળ્યું છે. આ પછી અસલ શિવસેનાને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના મોટા નેતાઓએ આ પ્રકરણ શરૂ કર્યું હતું. પછી શિંદે ગ્રુપમાં સામેલ થયેલા નેતાઓએ પોતે અસલી શિવસેના ગણાવવાના શરૂ કરી દીધા.
હવે હકીકત એ છે કે, માતોશ્રીમાં યોજાયેલી બેઠકમાં માત્ર ચાર જ સાંસદોએ હાજરી આપી હતી. આ કારણે ઉદ્ધવ ઠાકરેની ચિંતા એકાએક વધી ગઈ. અન્ય ચાર સાંસદ ઓનલાઈન જોડાયા અને એક સાંસદે માત્ર ફોન પર મીટિંગ પૂરી કરી નાંખી. કેટલાક સાંસદોને ખબર હોવા છતા તેઓ આ બેઠકથી દૂર રહ્યા છે. અટકળ એવી છે કે, આ સાંસદો શિંદે ગ્રૂપ સાથં સંપર્ક છે. સામેલ ન થનારા સાંસદ સંજય દેશમુખ પછી સીધા જ નવી દિલ્હી પહોંચ્યા હતા. જે પછી કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવ સાથે મુલાકાત કરી આવ્યા હતા. ટૂંકમાં, ઉદ્ધવ ઠાકરેની શિવસેના ટૂંક સમયમાં વિભાજનનો સામનો કરી રહ્યું છે. સંસદના મોન્સુન સત્રમાં પહેલાથી સાંસદોએ બળવો કર્યો હતો. જોકે, એને લઈ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ પાર્ટીના અસંતુષ્ટ સાંસદોની સંખ્યા સાત છે, જે તૃણમુલ કોંગ્રેસના માફક તૂટવાનું નક્કી છે, એમ સૂત્રોએ દાવો કર્યો હતો.