નવી દિલ્હીઃ ભારતનો મિત્ર દેશ રશિયા હવે ભારતીય વાયુ સેનાને મજબૂત કરવા માટે એક મહત્ત્વનું શસ્ત્ર આપશે. ભારતીય વાયુ સેનાને વધારાની પાંચ S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ રશિયા ભારતને વેચવા માટેની તૈયારી બતાવી છે. ભારતીય વાયુ સેનામાં આ શસ્ત્રનું સુદર્શન એવું નામ આપવામાં આવ્યું છે. ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન તરફથી આવતા હુમલાઓને હવામાં જ ખાતમો બોલાવવા માટે આ જ સિસ્ટમનો ઉપયોગ થયો હતો. આ સિસ્ટમ પાકિસ્તાન તરફથી આવતા હુમલાને હવામાં જ નષ્ટ કરી દે છે.
આખું યુનિટ મળી રહેશે
ભારતીય વાયુ સેનાના ઉચ્ચ અધિકારી એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમ પાકિસ્તાન બાજુથી આવતા હુમલાઓ પર સતત વૉચ રાખતી હતી. જ્યારે પણ હુમલો થાય એ સમયે 314 કિમી દૂરથી જ એને ટાળી દેતી હતી. આવા બેસ્ટ પર્ફોમન્સને ધ્યાને લેતા ભારત સરકારે 5 વધારાની S-400ની સ્વાડ્રન ખરીદવાનો નિર્ણય કર્યો છે. કિર્ગિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક દરમિયાન સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરવામાં આવી હતી. રશિયાએ આ નવી ઓફર રજૂ કરી હતી. જે ભારત માટે સરક્ષાકવચમાં વધારો કરવા સમાન છે.
ભારતની શક્તિમાં થશે નોંધપાત્ર વધારો
વર્ષ 2018માં ભારત તરફથી વધારાની 5 S-400 મિસાઈલ સિસ્ટમ યુનિટનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાંથી 4 ભારતને મળી ચૂકી છે અને પાંચમી યુનિટ નવેમ્બર સુધીમાં મળી જશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે. હવે જો કરાક પર હસ્તાક્ષર બને છે તો આની ડિલેવરી પર હસ્તાક્ષર થયાના 3 વર્ષ બાદ આ પ્રક્રિયા શરૂ થશે. આ નવી સિસ્ટમને ભારતના પૂર્વ અને પશ્ચિમ બોર્ડર એરિયામાં સ્ટેન્ડ ટુ કરાશે.