નવી દિલ્હીઃ સયુંક્ત આરબ અમીરાત (UAE)ના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના એ દાવાને ફગાવી દીધો છો જેમાં કહેવાયું હતું કે તેમણે યુએઇનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં રાષ્ટ્રપતિ શેખ મોહંમદ બિન જાયદ સાથે ગુપ્ત મુલાકાત કરી હતી.
આ અગાઉ ઇઝરાયેલી પ્રધાનમંત્રી કાર્યાલયે દાવો કર્યો હતો કે ઇરાન સાથે યુદ્ધ દરમ્યાન નેતન્યાહૂ યુએઇ ગયા હતા અને શેખ મોહંમદ બિન જાયદને મળ્યા હતા. જો કે કેટલાક સમય બાદ યુએઇના વિદેશ મંત્રાલયે આ દાવાને ફગાવતા કહ્યું હતું કે નેતન્યાહૂની યાત્રા અંગેના દાવા સંપૂર્ણ રીતે નિરાધાર હતા. સાથે જ એ વાત પર ભાર મૂક્યો કે બન્ને દેશો વચ્ચેના સંબંધ અનૌપચારિક વ્યવસ્થાઓ પર આધારિત નહોતા.
નિવેદનમાં એમ પણ કહેવાયું કે સંયુકત આરબ અમીરાતે સંબંધિત અધિકારીઓ દ્વારા ઓફિશિયલ રીતે જાહેરાત કરવા સુધી કોઇપણ પૂર્વ સૂચના વગર કરવામાં આવેલી યાત્રાઓ કે ગુપ્ત વ્યવસ્થાઓ અંગે કોઇપણ દાવા સંપૂર્ણ રીતે નિરાધાર છે. નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે આ બેઠકના પરિણામસ્વરૂપ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં એક ઐતિહાસિક સફળતા મળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નેતન્યાહૂ અને શેખ મોહંમદે 26 માર્ચે ઓમાનની સરહદ નજીક એક નખલિસ્તાન શહેર અલ એનમાં મુલાકાત કરી અને તેમની બેઠક ઘણાં કલાકો સુધી ચાલી. સૂત્રોના અનુસાર મોસાદ પ્રમુખ દેદી બારનિયાએ ઈરાનની સાથે યુદ્ધ દરમિયાન સૈન્ય કાર્યવાહીના સમન્વય હેતુ સંયુકત આરબ અમીરાતની ઓછામાં ઓછી બે યાત્રા કરી. આ ન્યૂઝ વોલ સ્ટ્રીટ જનરલે પ્રકાશિત કર્યા હતા.
ઇરાન યુદ્ધ દરમિયાન થયેલા હુમલા બાદ સંયુક્ત આરબ અમીરાતે અમેરિકા અને ઇઝરાયેલની સાથે પોતાના સંબંધો મજબૂત કર્યા છે. જેમની સાથે તેણે 2020ના અબ્રાહમ સમજૂતી હેઠળ સંબંધ સ્થાપિત કર્યા હતા. તે ઇઝરાયેલની સાથેના સંબંધોને ક્ષેત્રીય પ્રભાવ વધારવા માટેના એક સાધન અને વોશિંગ્ટન સુધી પહોંચવાના એક માધ્યમ તરીકે જુએ છે.
મંગળવારે ઇઝરાયેલમાં અમેરિકી રાજદૂત માઇક હકાબીએ જણાવ્યું કે યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે યુએઇને પોતાની આયરન ડોમ રક્ષા પ્રણાલીની બેટરીઓ અને તેને ચલાવવા માટે કર્મચારીઓ મોકલ્યા હતા. સયુંકત આરબ અમીરાત એક ક્ષેત્રીય વેપાર અને નાણાકીય કેન્દ્ર છે અને વોશિંગ્ટનના સૌથી મહત્વપૂર્ણ સહયોગીઓમાંનો એક છે. યુએઇએ મધ્યપૂર્વ અને આફ્રિકામાં પોતાનું પ્રભાવ ક્ષેત્ર સ્થાપિત કર્યું છે.
અમેરિકા અને ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઇરાને ખાડી દેશો પર જે હુમલા કર્યા તેમાં યુએઇને તેના પડોશી દેશોની તુલનામાં વધારે ટાર્ગેટ કરવામાં આવ્યું. આ હુમલામાં નાગરિક ઇન્ફ્રસ્ટ્રક્ચર અને ઉર્જા સુવિધાઓને નુકસાન પહોંચ્યું.