નવી દિલ્હીઃ પેપર લીક માટે દિલ્હીમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સરકાર આ લોકોને સમજાવવા માટે પ્રયત્ન પણ કરી રહી છે, પરંતુ સીજેપી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય માનવા માટે તૈયાર નથી. તેવામાં ગુરૂવારે રાત્રે પીએમ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો હતો. જેને માત્ર 24 કલાકમાં જ 322 મિલિયન વ્યૂઝ મળ્યાં હતાં. પછી ગઈકાલે પણ મોડી રાત્રે એક વીડિયો પીએમ મોદીએ શેર કર્યો છે. ગુરૂવારે જે વીડિયો પોસ્ટ કર્યો તેમાં યુવાનોએ જે સારી પ્રતિક્રિયા આપી તેનો પીએમ મોદીએ આભાર માન્યો છે.
સારા પ્રતિસાદ બદલ પીએમ મોદીએ માન્યો આભાર
આ વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘કાલે મારો વીડિયો દેખવાવાળા અને સારો પ્રતિસાદ આપવા વાળા યુવાનોનો આભાર’. વધુમાં કહ્યું કે, ‘ધન્યવાદ દોસ્તો.. મને મોડી રાત્રે તમને મળવાનો અવસર મળ્યો. જે પ્રકારે તમે મારા વીડિયોને રિસ્પોન્સ આપ્યો છે, સકારાત્મક પ્રતિભાવ આપ્યા તેના માટે હું તમારા વખાણ કરૂ છું. દરેક સાથીઓનો આભાર’.
प्रधानमंत्री @narendramodi ने अपने इंस्टाग्राम हैंडल पर एक वीडियो साझा करते हुए उन सभी युवाओं का आभार जताया, जिन्होंने उनके हालिया वीडियो पर अपनी प्रतिक्रियाएं और सकारात्मक सुझाव साझा किए।#PMModi pic.twitter.com/bbL3PVDUQ9
— SansadTV (@sansad_tv) July 24, 2026
માત્ર આઠ જ મિનિટમાં 25 લાખ વ્યૂઝ મળ્યાં
પીએમ મોદીના બંને વીડિયોને સોશયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. બીજા વીડિયોને માત્ર આઠ જ મિનિટમાં 25 લાખ વ્યૂઝ મળ્યાં હતાં. જ્યારે ઈન્સ્ટાગ્રામમાં માત્ર 20 મિનિટમાં 10 લાખથી વધારે લાઈક્સ મલી હતી. પહેલો વીડિયો પીએમ મોદીએ ગુરૂવારે રાત્રે 11.52 વાગ્યે પોસ્ટ કર્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીમંડલ પેપર લીક મામલે ચર્ચા કરી રહ્યું હોવાની વાત કરી હતી. આ સાથે ફાસ્ટટ્રેક કોર્ટની પણ જાહેરાત કરી હતી. હવે બીજી વીડિયોમાં તેઓ યુવાનોનો આભાર માની રહ્યાં છે. પરંતુ મૂળ વાત એ છે, શું આ વીડિયોને કારણે વિદ્યાર્થીઓ પોતાનું આંદોલન પૂર્ણ કરી દેશે?