Fri Aug 28 2026

Logo

જંતર મંતર પ્રદર્શનઃ આજે સીજેપી અને સરકાર વચ્ચે ત્રીજી બેઠક, દિલ્હી પોલીસ સતર્ક

2026-07-25 09:21:00
Author: Vimal Prajapati
જંતર મંતર પ્રદર્શનઃ આજે સીજેપી અને સરકાર વચ્ચે ત્રીજી બેઠક, દિલ્હી પોલીસ સતર્ક

નવી દિલ્હીઃ નીટનું પેપર લીક થયું તેનો વિવાદ હજી પૂર્ણ થયો નથી. લાંબા સમયથી ભૂખહડતાળ પર રહેલા સોમન વાંગચુકે પોતાનું અનશન પૂર્ણ કરી દીધું છે, પરંતુ સીજેપીએ પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આજે સરકાર અને સીજેપી નેતાઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત થવાની છે. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ફરી કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા, જિતેન્દ્ર સિહિં અને સીજેપી પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકા વચ્ચે બેઠક થવાની છે. આ પહેલા જે બે બેઠકો થઈ તેનો કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. આજે હવે શું ચર્ચા કરવામાં આવશે તેના પર સૌની નજર રહેવાની છે.

પ્રદર્શનની સ્થિતિને ધ્યાને રાખતા દિલ્હી પોલીસ સતર્ક

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પ્રદર્શનની સ્થિતિને ધ્યાને રાખતા દિલ્હી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કારણે કે, આ પહેલા દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા થઈ હતી. તેની સ્થિતિ ફરી ના થાય તે માટે પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. અત્યારે જંતર મંતર આસપાસના વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મોડી રાત્રે પણ આ વિસ્તારમાં ફરી વધારે બેરિકેટ લગાવવામાં આવ્યાં હતાં. મહત્વની વાત એ છે કે, આ બેરેકિટને વેલ્ડિંગ કરીને જોડી દેવામાં આવ્યાં છે. 

બેરિકેટ્સને લોખંડની ચેનથી પણ બાંધવામાં આવ્યાં

મહત્વની વાત એ ચે કે, પહેલા વેલ્ડિંગ કરવામાં આવ્યું અને પછી લોખંડની ચેનથી પણ બાંધવામાં આવ્યાં છે, જેથી પ્રદર્શનકારીઓ કોઈ પણ કિંમતે ત્યાંથી આગળના જઈ શકે. મૂળ વાત એ છે, પહેલાની સ્થિતિને જોતા દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

સીજેપીનો પ્લાન પણ નિશ્ચિત છે. પ્રવક્તા સૌરવ દાસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય કોઈ પણ મુદ્દે માનવા માટે તૈયાર નથી. સીજેપી અત્યારે પોતાના આંદોલનને વધારે મજબૂત કરવાનો પ્રત્યન કરી રહ્યું છે. જો કે, સામે સરકાર આંદોલનને વાતચીતથી પૂર્ણ કરવા માટે મથામણ કરી રહી છે. પરંતુ હજી કોઈ કોઈ નિકાલ આવ્યો નથી. પીએમ નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક વીડિયો શેર કરીને પણ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. હવે જોવાનું એ કે, આજની બેઠકમાં કેવો નિર્ણય લેવામાં આવે છે?