Thu Oct 15 2026

Logo

ફેશનઃ નવરાત્રિમાં ટ્રેડિશનલ આઉટફિટ ન પહેરવાં હોય તો...? આ રહ્યાં ઑપ્શન

2026-10-15 08:20:00
Author: Khushbu Mulani Thakkar
ફેશનઃ નવરાત્રિમાં ટ્રેડિશનલ આઉટફિટ ન પહેરવાં હોય તો...? આ રહ્યાં ઑપ્શન

 

ખૂશ્બુ મુલાણી ઠક્કર

નવરાત્રિમાં યુવક-યુવતીઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિમાં યુવતીઓ ચણિયા ચોળી પહેરે છે અને યુવકો કેડિયા પહેરે છે, પરંતુ જે યુવક-યુવતીઓએ પ્રૉપર ટ્રેડિશનલ આઉટફિર નથી પહેરવો તેની માટે ઘણાં ઑપ્શન છે કે જે ટ્રેડિશનલ લૂક આપી શકે. તો ચાલો આજે આપણે જોઈએ કે જો નવરાત્રિમાં તમને ટ્રેડિશનલ આઉટફિટ નથી પહેરવાં તો તમે શું પહેરી શકો. 

ધોતી: ધોતી એ ટ્રેડિશનલ આઉટફિટ છે. ધોતી સાથે ઘણું મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય, ડિપેન્ડિંગ કે તમારા હાઇટ બૉડી કેવાં છે. જો તમારું સુડોળ શરીર હોય તો તમે ધોતી સાથે કેડિયું પહેરી શકો. તમને કેડિયું કૅરી કરતાં આવડતું હોવું જોઈએ. કેડિયાને તમે બંધ પણ કરી શકો એન એ ખુલ્લુ પણ રાખી શકો. જો ખુલ્લું રાખવું  હોય તો અંદર વર્ક વાળી કોટી પહેરી શકાય. જો તમને ફૅન્સી ટ્રાય કરવું હોય તો, ધોતી સાથે ફૅન્સી ટૉપ્સ પણ સારાં લાગશે. એટલે કે ધોતી સાથે એસિમેટ્રિકલ ટૉપ કે જે ફલોઇ ફૅબ્રિકમાં હોય. 

શૉર્ટ સ્લીવલેસ કોટી અને તેની  સાથે  લૉન્હ કાફ લેન્થ જૅકેટ કે જે ટ્રાન્સપેરેન્ટ હોવું જોઈએ જેથી કરીને ધોતી અને કોટીની સ્ટાઇલિંગ બંને હાઇલાઇટ થઈ શકે. જો તમારું શરીર ભરેલું હોય તો ધોતી સાથે લૉન્ગ કુર્તી પહેરી શકાય અથવા તો હિપ કવર કરે તેટલી કુર્તી કે ફૅન્સી ટૉપ પહેરી શકાય. 

ઘાઘરો: જો તમે ઘાઘરા સાથે મિક્સ ઍન્ડ મૅચ કરવા માગતાં હોવ તો ઘાઘરા સાથે લૉન્ગ કુર્તી સારી લાગશે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે ઘાઘરા સાથે શૉર્ટ લેન્થનું કેડિયું પહેરી શકો અને જો તમારે કંઈક અલગ ટ્રાય કરવું હોય તો કેડિયાની લેન્થ થોડી વધારે રાખી શકો. જો તમને ઘાઘરા સાથે બ્લાઉઝ તો સારું જ લાગવાનું છે. 

બ્લાઉઝમાં બે ઑપ્શન છે. જેમકે, એક શૉર્ટ બ્લાઉઝ હોય કે જેમાં તમારે આખો દુપટ્ટો ચેસ્ટ પરથી કવર કરીને માથે ઓઢવો પડે. અને બીજું બ્લાઉઝ લૉન્ગ હોય છે કે જે આગળથી આખું ભરેલું હોય કે જેમાં દુપટ્ટો શોલ્ડર પર એક જ સાઇડ પર રાખવાનો હોય કે જેથી આખા બ્લાઉઝની પૅટર્ન અને વર્ક દેખાય. ઘાઘરો જેટલો ઘેરવાળો હશે તેટલો વધારે સારો લાગશે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે ઘાઘરા સાથે બૅકલેસ બ્લાઉઝ પણ પહેરી શકો છો. 

અફઘાની સલવાર: આ લૂક થોડો વધારે  ટ્રેન્ડી લાગશે. આ સલવાર સાથે શૉર્ટ ટૉપ અને જૅકેટ સારાં લાગશે. ઘણી યુવતીઓ આ સલવાર સાથે કમર પર વર્કવાળો બેલ્ટ પહેરે છે અને તેની સાથે કાપડું પણ સારું લાગશે. અફઘાની સલવાર સાથે ઘણી રીતે મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય. અફઘાની સલવાર ખાસ કરીને કૉટન  ફૅબ્રિકમાં જ પહેરવી. 

હોઝિયરી ફૅબ્રિકવાળી સલવાર જો તમે ગરબા કરવામાં પહેરશો તો પરસેવાથી શરીરને ચોંટી જશે, જ્યારે કૉટનની સલવાર પરસેવો ઍબ્સોર્બ કરી લે છે તેથી શરીરને ચોંટતી નથી. જો તમે સલવાર પહેરવાના હોવ તો ખાસ કરીને  ડાર્ક કલરની પહેરવી. અફઘાની સલવાર સાથે ત્રણ સ્લીટવાળી લૉન્ગ કુર્તી સારી લાગશે. 

 ખાસ નોંધ 
 ઘાઘરાની લેન્થ ખાસ કરીને એન્કલ સુધીની રાખવી જેથી એ નીચેથી ગંદો ન થાય.
 ઘાઘરા અને બ્લાઉઝ સાથે દુપટ્ટો ખાસ પહેરવો. 

જો તમને ઑક્સોડાઈઝ જ્વેલરીથી રીઍક્શન થતું હોય તો જ્વેલેરીની નીચે ફૅબ્રિક રાખીને પહેરવી અથવા તો મોતીના કે ફૅબ્રિકના દાગીના પહેરવા. 
જો તમારે બૅકલેસ પહેરવું હોય તો બૅકને વેક્સ અને બ્લીચ જરૂરથી કરવું. 
વાળ ખુલ્લા ન રાખવા, તેની બદલે કોઈ હેર સ્ટાઈલ કરવી જેના લીધે વાળ બાંધેલા રહે અને થોડો ટ્રેન્ડી લૂક પણ આવે. 

હેર એક્સેસરીઝનો ઉપયોગ ખાસ કરવો. 
પગમાં પાયલ જરૂરથી પહેરવા જેથી ઘાઘરો ફરે ત્યારે પગ ભરાયેલા લાગે. 
રમતાં રમતાં ખાસ પાણી પીતા રહેવું. 
સેફટી પિન્સ અને હેર પિન્સ જરૂરથી રાખવી. 
પાસ અને પૈસા રાખવા માટે વૉટર પ્રૂફ સ્લિન્ગ બૅગ રાખવી.