મુંબઈ : દેશના સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં મુંબઈમાં સાયબર ફ્રોડનો વિચિત્ર કેસ નોંધાયો છે. જેમાં આરોપીએ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક નામનો ઉપયોગ કરીને મહિલાને સાયબર ફ્રોડની શિકાર બનાવી છે. જેમાં મુંબઇની મહિલા સાથે રૂપિયા 16 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.
16.34 લાખની છેતરપિંડી
આ અંગે મળતી માહિતી મુજબ ઇસ્ટન રિજીયન સાયબર પોલીસ સ્ટેશનમાં 20 જાન્યુઆરીએ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં અજાણ્યા વ્યક્તિઓ પર છેતરપિંડી અને ઓળખનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પોલીસ ફરિયાદ મુજબ પીડિતા સાથે ઓક્ટોબર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન કુલ રૂપુંય 16.34 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ મહિલાને મેસેજ આવ્યો હતો. તેમજ તેને એપ ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ તેની બાદ તેને અમેરિકા લઇ જવાનું જણાવ્યું હતું.
આરોપીએ પીડિતાને અમેરિકા લઈ જવાનું કહ્યું હતું
જેમાં આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર મહિલા સાથે ચેટ કરી હતી. તેમજ પોતાને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક તરીકે ઓળખાવ્યો હતો. તેની બાદ એક એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. તેમજ બંનેએ ચેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીએ પીડિતાને અમેરિકા લઈ જવા અને તેને સારું જીવન આપવાનું કહીને લલચાવી હતી. જેના પગલે પીડિતાસાયબર છેતરપિંડીમાં ફસાઈ ગઈ અને આરોપીની વાત પર વિશ્વાસ કરી લીધો હતો.
વિઝા માટે જેમ્સ નામના વ્યક્તિનો સંપર્ક કરવાનું કહ્યું
જેમાં આરોપીઓએ પીડિતાને ટિકિટ અને વિઝા માટે જેમ્સ નામના વ્યક્તિનો સંપર્ક કરવાનું કહ્યું હતું. ત્યારબાદ મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો અને ખર્ચ તરીકે લાખો રૂપિયા માંગવામાં આવ્યા હતા. ત્યારબાદ જેમ્સે વારંવાર પીડિતાને એમેઝોન ગિફ્ટ કાર્ડ ખરીદવા અને તેમના કોડ શેર કરવા કહ્યું હતું. તેણે દાવો કર્યો કે ખરીદીથી વિઝા પ્રક્રિયા ઝડપી બનશે.
સાયબર પોલીસે કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી
જોકે, જ્યારે આરોપીએ મહિલા પાસે વધુ બે લાખ રૂપિયાની માંગણી કરી ત્યારે મહિલાને શક ગયો હતો. તેની બાદ ઇલોન મસ્કના નામનો ઉપયોગ કરતી વ્યક્તિને મહિલાને બ્લોક કરી દીધી હતી. જ્યારે આ મહિલાએ આ અંગે તેના માતા પિતાને જાણ કરી હતી. તેની બાદ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવામાં આવી હતી. જ્યારે સાયબર પોલીસે કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી હતી.