મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને પશ્ચિમ રેલવેના લાખો મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. દિવસે દિવસે લોકલ ટ્રેનમાં વધતી જતી ભીડને ધ્યાનમાં લઈને રેલવે રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના કાફલામાં દેશની પહેલી 15 ડબાની લોકલ ટ્રેનને ઓફિશિયલી સામેલ કરવામાં આવી છે. આ લોકલ ટ્રેન ચેન્નઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)માંથી 18મી ફેબ્રુઆરીના મુંબઈની દિશામાંથી રવાના કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધી મુંબઈના રેલવે નેટવર્કમાં મોટાભાગે 12 કોચની લોકલ ટ્રેનો જ દોડાવવામાં આવતી હતી. 15 કોચની આ નવી ટ્રેન આવવાથી ટ્રેનની ક્ષમતામાં સીધો 25 ટકાનો વધારો થશે અને એને કારણે આ ટ્રેનમાં અંદાજે 7,555 પ્રવાસીઓ પીક અવર્સમાં પ્રવાસ કરી શકશે. જેનાથી પીક-અવર્સ દરમિયાન થતી અતિશય ભીડમાં મોટી રાહત મળશે.
વાત કરીએ 15 કોચની ટ્રેનની મુખ્ય વિશેષતાઓ વિશે તો આ નવી 15 ડબાની ટ્રેનને કારણે પ્રવાસીઓને રાહત મળશે. એમાં પણ ખાસ કરીને ભીડના સમયે વિરાર અને ચર્ચગેટ વચ્ચે મુસાફરી કરતા લાખો લોકો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. નવી ટ્રેનમાં સુરક્ષા અને મુસાફરોની સુવિધા માટે આધુનિક બ્રેકિંગ સિસ્ટમ અને અન્ય ટેકનિકલ સુધારાઓ કરવામાં આવ્યા છે.
હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા 15 ડબાની 211 સર્વિસ દોડાવવામાં આવે છે, જેમાં વિરાર-અંધેરી વચ્ચે 112 સર્વિર સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ સર્વિસ અંધેરીની આગળ બાંદ્રા સુધી લંબાવવા માટે વિલેપાર્લે, સાંતાક્રુઝ, ખાર અને બાંદ્રા ચારેય પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ પૂર્ણ થયા બાદ આ ટ્રેનને સેવામાં રજૂ કરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં આ ટ્રેન અમુક ચોક્કસ પસંદગીના રૂટ પર દોડાવવામાં આવશે અને ત્યારબાદ તેની સંખ્યામાં વધારો કરવામાં આવશે. 12 ડબાની સરખામણીએ 15 ડબાની ટ્રેન ચલાવવી એ ઓપરેશનલ દૃષ્ટિએ એક મોટો પડકાર હતો, જે રેલ્વેએ સફળતાપૂર્વક પાર પાડ્યો છે.
પશ્ચિમ રેલવેના આ ઐતિહાસિક પગલાથી મુંબઈના ઉપનગરીય રેલ્વે નેટવર્કની કાર્યક્ષમતા વધશે અને મુસાફરોનો મુસાફરીનો અનુભવ વધુ સુખદ બનશે. આ મહત્ત્વના સમાચાર તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ પણ પશ્ચિમ રેલવેની આ પહેલનો લાભ ઉઠાવી શકો.