Tue Sep 08 2026

Logo

રવિવારે પણ આ શહેરોમાં રહેશે રેડ અલર્ટ

2026-07-04 20:50:47
Author: Sapna Desai
રવિવારે પણ આ શહેરોમાં રહેશે રેડ અલર્ટ

(અમારા પ્રતિનિધી તરફથી)                                                                                                                                   

મુંબઈઃછેલ્લા અઠવાડિયાથી મુંબઈમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, હવામાન નિષ્ણાતોએ સક્રિય હવામાન પ્રણાલીઓની શ્રેણીને સતત વરસાદ માટે જવાબદાર ગણાવ્યા છે. ત્રણ જુલાઈના  ઉત્તર-પશ્ર્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સિસ્ટમ શરૂ થયા પછી વરસાદની ગતિ વધુ વેગ પકડશે અને આગામી બે દિવસમાં તે વધુ સ્પષ્ટ થવાની સંભાવના છે.  

મુંબઈ અને થાણે માટે રવિવાર સુધી રેડ એલર્ટ લંબાવ્યું છે, જેમાં પાલઘર સોમવાર સવાર સુધી રેડ અલર્ટ રહેશે. રાજ્યમાં ભારે વરસાદ અને ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. રાયગડ, રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે પણ ભારે વરસાદની ચેતવણી યથાવત છે, જ્યારે સતારા, પુણે અને નાશિકના ઘાટ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.