મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર યશની આવનારી નવી ફિલ્મ 'ટોક્સિક'નું ટીઝર રિલીઝ થયું છે. સામે આવેલા નવા ટીઝલને લઈને ફેન્સ દિલ ખોલીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં એકથી એક ચડિયાતી એક્ટ્રેસને લેવામાં આવી છે. દરેકનું પાત્ર અલગથી સ્ક્રિન પર ઉપસી આવે છે. ટીઝર રૂવાડ ઊભા કરી દે એવું છે.સોશિયલ મીડિયા પર જોરશોરથી આ ટીઝર વાયરલ થઈ રહ્યું છે. 'બચ્ચો ઔર બુઢોં કો ઈસસે દૂર રખે' આ લાઈન્સે જ ફેન્સના એક્ઝાઈટમેન્ટમાં ચારગણો વધારો કરી દીધો હતો. આ પછી જે સ્ક્રિન પર પહેલી ફ્રેમ આવે છે તે જ વિચારતા કરી દે એવી છે. સિનેમેટોગ્રાફી, એક્શન સિકવન્સ, એકથી એક સ્ટોરી સસ્પેન્સ, બેગ્રાઉન્ડ મ્યુઝિક અને સ્પેશ્યલ ઈફેક્ટથી ટીઝર દમદાર બની ગયું છે.
વાર્તા શું છે?
સામે આવેલા ટીઝરમાં નયનતારા, કિયારા અડવાણી, તારા સુતરિયા, રૂક્મણી વાસંથ અને હુમા કુરૈશી જેવી ગ્લેમરસ એક્ટ્રેસની એક નવી ઝલક જોવા મળી રહી છે. દરેકની એક્ટિંગ અંગે તો કોઈ સવાલ જ ઊભો થતો નથી, પણ પાત્રમાં કેવી રીતે તે ખીલી ઊઠે છે? એ માટે ફિલ્મ જોવી પડશે એવું ફેન્સ માને છે. ફિલ્મમાં યશનો અંદાજ અગાઉની મોટાભાગની ફિલ્મ કરતા અલગ જ રહ્યો છે. સ્ટાઈલીશ, એટિટ્યૂડ, લૂકિંગ, કોન્ફિડન્સ સાથે જે રીતે સ્ક્રિન પર દેખાય છે એનાથી એની પર્સનાલિટીમાં ચારચાંદ લાગી ગયા છે. બીજી તરફ જો લૂકની વાત કરવામાં આવે તો લાંબી બીયર્ડ, લાંબા વાળ, કન્ફિડન્સી જે સ્ટેપ ભરે છે તે, ડાયલોગ બોલવાની અદાએ ફેન્સને ઈમ્પ્રેસ કરી દીધા છે. ટીઝરમાં વાર્તા શેના પર છે અને પ્લોટ શું છે એ અંગે ખાસ કોઈ ખ્યાલ આવતો નથી. એક વાત સ્પષ્ટ છે કે, ટોનડાર્ક, સ્ટાઈલિશ અને એક્શનથી ભરપૂર આ ફિલ્મ રહેવાની છે.
કેવો છે યશનો અંદાજ?
ફેન્સ વચ્ચે ચર્ચા એવી છે કે, જે રીતે ટીઝર સામે આવ્યું એ પછી ટ્રેલર સામે આવ્યા બાદ ફિલ્મની થીમનો અંદાજ લગાવી શકાશે. ફિલ્મમેકર્સ એવું કહે છે કે, ફેન્સને ટીઝર કે ટ્રેલરમાં દેખાતા કેટલાક ક્લુનો જવાબ ફિલ્મ જોવા માટે મજબૂર કરી દેશે. ફેન્સને થિયેટર્સ સુધી લાવશે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે, ફિલ્મ તો દમદાર રહેવાની છે. 'KGF' બાદ યશન આ બીજી મોટી ફિલ્મ છે જેમાં એનો એક અલગ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ખૂબ જ મોટા બજેટની છે એટલે કમાણી દમદાર કરશે એવી મેકર્સને અપેક્ષા છે. ફિલ્મ પર અનેક લોકોને સારી એવી અપેક્ષા છે. ફિલ્મનો સ્કેલ, ઈન્ટરનેશલ લેવલના વિઝ્યુઅલ્સ, ઈફેક્ટ ટ્રિટમેન્ટ અને અલગ રજૂઆતને કારણે ટીઝરથી જ ફિલ્મ ચર્ચામાં છે. ટીઝરે અત્યારથી એક માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણે રિલીઝના કલાકોમાં જ ટીઝર સોશિયલ મીડિયા પર શૅર થવા લાગ્યું હતું. હવે ફેન્સની નજર ટ્રેલર ક્યારે આવશે એના પર ટકી છે.

ઈમોશનલ ક્નેક્ટ પોઈન્ટ
ગીતુ મોહનદાસના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં એક ઈમોશનલ સ્ટોરી હોવાનું માનવામાં આવે છે. કારણ કે આ ડાયરેક્ટરની ખાસિયત જ ફેન્સના ઈમોશનને ફિલ્મ સાથે જોડવાની રહી છે. હજુ સુધી સમગ્ર ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે ખાસ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ફિલ્મમાં કોઈ સરપ્રાઈઝ એન્ટ્રી પણ હોઈ શકે છે. ફેન્સ તરફથી ટીઝરને મિશ્રિત પ્રતિક્રિયા મળી રહી છે. તો 'ટોક્સિક' ને CBFC થી સાવધાન રહેવાની જરૂર છે? એવી કોમેન્ટ એક ફેને કરી દીધી હતી. બીજા એક ફેને લખ્યું, "મને ખાતરી છે કે યશે પોતે આ ફિલ્મને શેડો-ડિરેક્ટ કરી રહ્યો છે." બીજી એક ટિપ્પણીમાં લખ્યું, "મને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે કે કોઈ મહિલાએ આ ફિલ્મ લખી અને દિગ્દર્શિત કરી છે."

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
ટીઝરમાં જોઈ શકાય છે કે, એકાબાજુ રોમાન્સ ચાલી રહ્યો છે અને એ જ રોમાન્સની સાથે એક એક્શન સિકવન્સ ચાલી રહી છે. આખરે યશ લેડીઝ સામે ફાઈટ કેમ કરે છે અને કેવી રીતે એક પરિસ્થિતિમાં બાહર આવે છે એ જોવા માટે ફિલ્મ જોવી પડશે. આ ઉપરાંત ટીઝરમાં જે રીતે હોલિવૂડ સ્ટાઈલના સિક્વન્સ સીન બતાવાય છે એના પરથી કહી શકાય કે, આ ફિલ્મ માટે ડાયરેક્ટરને જોરદાર મહેનત કરી છે. કિયારા અને નાયતારાનો એક અલગ અંદાજ દેખાઈ રહ્યો છે જ્યારે પાત્રમાંથી તે કેટલો ન્યાય આપે છે એ માટે પણ થોડી રાહ જોવી પડશે. આ ફિલ્મ 26 મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ફેન્સ આ દિવસની રાહ જોઈને બેઠા છે. કેટલાક દર્શકોએ ટીઝરના સિનેમેટિક વિઝ્યુઅલ્સ અને સ્ટાઇલની પ્રશંસા કરી,