Sun Jul 05 2026

Logo

કૃતિએ એવું કેમ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસને હળવાશથી લેવામાં આવે છે અને એક્ટરને 'ઈન્વોલ્ડ'

2026-07-04 22:32:01
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ 'કોકટેલ-2'માં એકથી એક બોલ્ડ સીન આપીને ચર્ચામાં રહેલી કૃતિ સેનન ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે.થોડા સમય પહેલા પોતાના બોયફ્રેડ અંગે સ્પષ્ટતા કર્યા બાદ હવે બોલિવૂડમાં એક્ટ્રેસને આપવામાં આવતા મહત્ત્વ અને સ્ક્રિન ટાઈમ અંગે વાત કહી છે. આ વિષય પર થોડા સમય પહેલા રવીના ટંડને પણ કહ્યું હતું કે, બોલિવૂડમાં એક્ટ્રેસને પણ પૂરતો ચાન્સ આપવામાં આવે તો એ સારૂ કરી શકે છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કૃતિએ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા જન્ડર બાયઝ પર  દિલ ખોલીને વાત કરી હતી. 

મહિલાઓને સીધા સેટ પર બોલાવે છે.
સ્ક્રિન પર પોતાના અલગ અંદાજ અને એક્સપ્રેશનને કારણે જાણીતી થયેલી કૃતિએ મહિલાઓને મળતા કામ પર દિલ ખોલીને વાત કરી છે. બોલિવૂડમાં મળનારા કામ અને ફિલ્મ પ્રોજેક્ટને લઈને તેણે મહત્ત્વની વાત કરી હતી. એક્ટ્રેસે ઉલ્લેખ કર્યો કે બોલિવૂડમાં મહિલા કલાકારોને ઘણીવાર તેમના પુરુષ સમકક્ષો કરતા અલગ રીતે ગણવામાં આવે છે. કૃતિએ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાના સંઘર્ષો વિશે વાત કરી, એવું પણ નોંધ્યું કે સહાયક દિગ્દર્શકો ઘણીવાર મેલ એક્ટર દ્વારા જે તે મુદ્દા પર ડરાવવામાં આવે છે, જ્યારે એક્ટ્રેસને ઘણીવાર હળવાશથી પણ લેવામાં આવે છે.એ ઘણી વાર, વાત નાની નાની બાબતો પર આધારિત હોય છે. જેમ કે એક્ટરને ફાળવવામાં આવેલી કાર કે રૂમ, મારો મતલબ છે કે , મને નાનો રૂમ કે અલગ કાર મળે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તેનાથી મને કોઈ ઓછી મહત્વની લાગણી થતી નથી. આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને પણ પહેલા મહિલાઓને સેટ પર બોલાવવાની આદત હોય છે. તેઓને ખ્યાલ નથી હોતો કે તેઓ મેલ એક્ટર થોડા અંદરથી વધુ ડરે છે અને ક્યારેક સ્ત્રી કલાકારોને હળવાશથી લે છે.' 

આવું મારી સાથે પણ થયું છે
કૃતિ તાજેતરમાં ફિલ્મ 'કોકટેલ 2' માં જોવા મળી હતી. શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના તેની સાથે મુખ્ય ભૂમિકામાં છે. હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક કોમેડીને દર્શકો અને વિવેચકો બંને તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બોલીવુડ હંગામા અનુસાર, આ ફિલ્મે વિશ્વભરમાં આશરે ₹137 કરોડની કમાણી કરી છે. આ પછી પણ કૃતિ પાસે કેટલાક પ્રોજેક્ટ છે. હાલમાં એ અંગે કોઈ જાણકારી આપી નથી. બની શકે છે કે, આવનારા દિવસોમાં તે વધુ એકવાર મોટા બજેટની ફિલ્મમાં જોવા મળે. આ પહેલા તેમે ક્રૂ નામની ફિલ્મ કરી હતી. જેમાં તે કરીના સાથે જોવા મળી હતી. કૃતિએ પોતાની વાત કરતા ઉમેર્યું હતું કે, જ્યારે એક્ટ્રેસ પોતાના સીન કે પાત્ર અંગે સવાલ કરે છે ત્યારે એને જરૂરિયાત કરતા વધારે પ્રશ્ન પૂછનારી વ્યક્તિ માનવામાં આવે છે. આવું જ કામ કોઈ મેલ એક્ટર કરે તો એના વખાણ થાય છે. જ્યારે કોઈ ફીમેલ એક્ટર સવાલ કરે છે ત્યારે એવું થાય છે કે તે કેટલા સવાલ કરે છે. સામા 50 પ્રશ્નો આવી જાય છે. આ જ વાત પર જ્યારે કોઈ એક્ટરનો મુદ્દો હોય તેને ઘણો ઈન્વોલ્ડ ગણવામાં આવે છે. આવું મારી સાથે પણ થયેલું છે.