તહેરાનઃ યુરોપમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, જેના કારણે યુરોપની અનેક દેશોમાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. તેવામાં ઈરાને યુરોપને એક ઓફર આપી છે. ઈરાને યુરોપે લગાવેલા પ્રતિબંધોને હટાવવા માટે અપલી કરી છે. આના માટે એક ઓફિર આપી છે. જો યુરોપ આ પ્રતિબંધો હટાવી દે તો ઈરાને મોટી સંખ્યામાં એસી અને અન્ય કુલિંગ ઉપકરણો મોકલવા માટે તૈયાર છે. યુરોપને ગરમીથી બચાવવા માટે ઈરાન દ્વારા આવી ઓફર આપવામાં આવી છે.
યુરોપને મદદ કરવા માટે ઈરાને રાખી શરત
ઈરાને કહ્યું કે, તેમણે પોતાના જ દેશમાં બનાવેલા એસી મોકલશે, અને યુરોપની વર્તમાન હાલતમાં મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે શરત માનવી જરૂરી છે. તુર્કિયેમાં આવેલા ઈરાની દુતાવાત દ્વારા આ મામલો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘યુરોપમાં અત્યારે ભીષણ હીટવેવ ચાલી રહી છે, પરંતુ તેમની પાસે કુલિંગ સિસ્ટમન અછત હોવાના અનેક લોકોના મોત થયાં છે, જેથી અમારી મિત્રતા પૂર્વકની સલાહ છે. જો પોતાના નાગરિકોની સુરક્ષા માટે ઈરાન પર લગેવાલા પ્રતિબંધોને દૂર કરી દો. અમે યુરોપને અનેક પ્રકારના એર કંડિશનર અને કુલિંગ ઉપકરણ મોકલવા માટે તૈયાર છીએ’.
Given the unprecedented heatwave across Europe and the tragic loss of innocent lives reportedly linked to the lack of adequate cooling systems, we have a friendly suggestion:
— Iran Embassy in Türkiye (@Iran_in_Turkiye) July 3, 2026
For the sake of protecting your own people, lift the sanctions on Iran. We are ready to export a wide… pic.twitter.com/A2M9i77czC
યુરોપમાં ભીષણ ગરમી પડી રહી છે. જર્મની અને પોલેન્ડમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયન સુધી પહોંચી ગયું હતું. આટલી ગરમીના કારણે આ દેશોમાં પરિવહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. ફ્રાન્સના એક શહેરમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે 1000 લોકોના મોત થયા તેવા પણ અહેવાલો આવ્યાં છે. ત્યાના લોકોનું કહેવું છે, છેલ્લા કેટલાય વર્ષોથી અમે આટલી ભીષણ ગરમીનો સામનો કર્યો નથી. રિપોર્ટ્સ પ્રમાણે આ પહેલા જૂન 1976માં આવી ભીષણ ગરમી પડી હતી.
આ મામલે વૈજ્ઞાનિકો જણાવે છે કે આ વખતે ભારે ગરમીનું તાત્કાલિક કારણ સ્થિર ઉચ્ચ-દબાણ પ્રણાલી અથવા "હીટ ડોમ" છે. આ સિસ્ટમ ગરમ હવાને દિવસો કે અઠવાડિયા સુધી એક જ વિસ્તારમાં ફસાવે છે, જેના કારણે તાપમાન સતત ખૂબ ઊંચું રહે છે અને તીવ્ર ગરમીની પરિસ્થિતિઓ સર્જાય છે.