Sun Jul 05 2026

Logo

'આલ્ફા'માટે આલિયાએ સિનિયર એક્ટર કરતા પણ આઠ ગણી વધુ ફી ચાર્જ કરી, આંકડો જોઈ ફેન્સે પણ કહ્યું ઓહો!

2026-07-04 19:41:19
Author: Mumbai Samachar Team
Article Image

@yrf


મુંબઈઃ આલિયા ભટ્ટને એક્શન અવતારમાં ચમકાવતી ફિલ્મ 'આલ્ફા' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ આલ્યા સાથે શરવરી વાઘ પણ લીડ રોલ પ્લે કરી રહી છે. ફેન્સ આ ફિલ્મના બિકિની સીન પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. પણ હવે વિગત એ સામે આવી છે કે આલિયાએ વધારે ફી લીધી કે શરવરીએ?બન્નેનો એક એક્શન અંદાજ ફેન્સને પસંદ પડી રહ્યો છે પણ આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે આવેલા રિતિક રોશને ફેન્સના દિલ જીતી લીધા છે. લીડ એક્ટ્રેસ કરતા રિતિક સોશિયલ મીડિયા પર વધારે ટ્રેન્ડ થઈ રહ્યો હતો. પહેલા દિવસે તો આ ફિલ્મને ઠીક-ઠીક પ્રતિસાદ મળ્યો હતો. પણ ધીમે ધીમે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. 

આલ્યા ભટ્ટે કેટલી ફી લીધી?
'આલ્ફા'સાથે બોલિવૂડની અન્ય ફિલ્મ પણ રિલીઝ થઈ છે. આ કારણે બોક્સઓફિસ પર કમાણી મામલે તેની એક અસર જોવા મળી રહી છે. આલિયા ભટ્ટ ફર્સ્ટ લીડ એક્ટ્રેસ છે. મોટાભાગના ટર્નિગ પોઈન્ટ ફિલ્મમાં આલિયા થકી આવે છે. જ્યારે શરવરી સેકન્ડ લીડ એક્ટ્રેસ તરીકે છે. રિપોર્ટમાંથી એ વિગત જાણવા મળી છે કે, શરવરી કરતા આલિયાએ આઠગણી વધારે ફી લઈ લીધી છે. આ ફિલ્મમાં રિતિકનો 'વૉર' ફિલ્મના કબીરવાળો લૂક જોવા મળ્યો હતો. હકીકત એ પણ છે કે, ફિલ્મમાં રિતિકનો સ્ક્રિન ટાઈમ ઓછો છે. આ સાથે ફિલ્મમાં દીયા મિર્ઝા એક સરપ્રાઈઝ પાત્રમાં છે.10 મિનિટના ટાઈમિંગમાં બન્નેએ ફેન્સ પર ઈમ્પેક્ટ પાડી હતી. આ ફિલ્મના લીડ રોલ માટે આલિયાએ 25 કરોડ રૂપિયા લીધા હોવાનું માનવામાં આવે છે. સ્પાયના પાત્રમાં દમદાર એક્શન કરતી તે જોવા મળે છે. આ માટે તેણે વિદેશથી આવેલા ખાસ ટ્રેનર પાસેથી ટ્રેનિંગ લીધી હતી. 

શરવરીએ કેટલા કરોડ લીધા?
દુર્ગાનો રોલ પ્લે કરી રહેલી શરવરીના એક્શન સીન પણ દમદાર છે. અલગ પ્રકારની કહી શકાય એવી સિનેમેટોગ્રાફી ફિલ્મમાં જોવા મળી રહી છે. પણ આ માટે શરવરીને 3 કરોડ મળ્યાનું જાણવા મળ્યું છે. આ ફિલ્માં બોબી દેઓલ વિલનના રોલમાં છે. પહેલીવાર નથી કે બોબીએ કોઈ નેગેટિવ રોલ પ્લે કર્યો હોય. આ પહેલા આશ્રમ નામની વેબસિરિઝમાં પણ તેનું પાત્ર નેગેટિવ રહ્યું હતું. બોબીને આ રોલ માટે 6થી 8 કરોડ મળ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે અનિલ કપૂરે 6 કરોડ લીધા હોવાનું જાણવા મળ્યું છે. એક્શન અને કમાણીના મામલે આલિયાએ સિનિયર કલાકારોની પણ ઓવરટેક કરી લીધી છે. એક જ ફિલ્મ માટે આટલા કરોડથી એક અલગ છાપ છોડી છે. હવે આ ફિલ્મ કેટલા કરોડનો વકરો કરે છે એના પર સૌની નજર રહેલી છે.