(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈઃ મુંબઈ, થાણે અને પાલઘરમાં રવિવારે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે વરસાદ કારણે પૂર, ટ્રાફિક જૅમ અને સ્થાનિક માળખાકીય નુકસાન થવાની ચેતવણી આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) અને પુણે-નાશિક પટ્ટાના રહેવાસીઓને બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને છ જુલાઈ સુધી સત્તાવાર હવામાન સલાહનું કડક પાલન કરવાની અપીલ કરી છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘અમે લોકોને વિનંતી કરી છે કે જો શક્ય હોય તો મુસાફરી ટાળો જેથી ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થતા અકસ્માતોને અટકાવી શકાય. નાગરિકોએ સત્તાવાર ચેતવણીઓનું પાલન કરવું જોઈએ અને સલાહ અનુસાર જ બહાર નીકળવું જોઈએ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.’