Wed Sep 02 2026

Logo

કામાઠીપુરા વિસ્તાર અતિક્રમણ મુક્ત: ૭૦ ગેરકાયદે ફેરિયા અને ભંગારવાળાને હટાવ્યા

2026-04-29 19:50:50
Author: Sapna Desai
કામાઠીપુરા વિસ્તાર અતિક્રમણ મુક્ત: ૭૦ ગેરકાયદે ફેરિયા અને ભંગારવાળાને હટાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દક્ષિણ મુંબઈના કામાઠીપુરા પરિસરમાં ઠેક-ઠેકાણે ૭૦થી વધુ ગેરકાયદેસર રીતે ફેરિયા અને જૂના ભંગારવાળાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને આ વિસ્તારને અતિક્રમણ મુક્ત કર્યો હતો.
પાલિકાના ‘ઈ’ વોર્ડ દ્વારા મંગળવારે કામાઠીપુરા ગલી નંબર એકથી ૧૫, શુકલાજી સ્ટ્રીટ, શંકર પુપાલા માર્ગ, સિદ્ધાર્થ નગર, બાપ્ટી માર્ગ પર લગભગ ૭૦ ગેરકાયદે ફેરિયાઓ અને જૂના ભંગાર સામાનનો વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં પાલિકાના અતિક્રમણ નિર્મૂલનના પાંચ વાહન, એક જેસીબી મશીન સહિત પાલિકાના ૧૫થી વધુ અધિકારી અને કર્મચારીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરી હતી.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ કાર્યવાહીને પગલે અહીંનો રસ્તો અને ફૂટપાથ વાહનચાલકો અને રાહદારીઓ માટે મોકળો થયો હતો.