Fri Sep 04 2026

Logo

અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર મન્કી ડીવાઈસનો પ્રયોગ થયો સફળ

2026-04-03 16:13:02
Author: Pooja Shah
અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર મન્કી ડીવાઈસનો પ્રયોગ થયો સફળ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વાનરોનો ઉપદ્રવ છે તેમ ઘણી રેલવેલાઈન પર પણ વાનરોને લીધે રેલવે વ્યવહારને અસર થતી હોય છે. વાનરોને લીધે ઑવરહેડ ઈલેક્ટ્રિફિકેશન લાઈન્સ ડેમેજ થતી હતી અને અને પાવર સપ્લાયને પણ અસર થતી હતી. મન્કી ડિવાઈસ ઈન્સ્ટોલ કર્યા બાદ આવી ઘટનાઓમાં 50 ટકા ઘટાડો થયાનું અને આ પ્રયોગ સફળ થયાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. 

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે વાનરો વારંવાર ઓવરહેડ વાયર પર ચઢી જાય છે, જેના કારણે વીજળીનો કરંટ લાગે છે અને કેબલ તૂટે છે, જેના કારણે ટ્રેનની કામગીરી ખોરવાઈ જાય છે. ગાંધીગ્રામ-બોટાદ વિભાગ ખાસ કરીને પ્રભાવિત થયો હતો, જ્યાં દર મહિને લગભગ 35-40 બનાવ વીજળી ખોરવાઈ જવાના નોંધાતા રહે છે. 

દરેક એન્ટી-મંકી ડિવાઇસની કિંમત આશરે ₹1,000–₹2,000 છે, અને રૂટ પર આવા 1,050 થી વધુ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાની યોજના છે. આ રૂટ સાથે પાલનપુર અને સાકા જેવા વિસ્તારોમાં પણ વાનરોનો ત્રાસ છે. પાલનપુર માર્ગ પર ધોળકા તરફના પટમાં અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં, જ્યાં જંગલો અને માનવ વસાહતો નજીકમાં છે, ત્યાં પણ આવી જ સમસ્યાઓ નોંધાઈ છે, જેના કારણે વાનરોની કનડગત વધી છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.