Sun May 24 2026

Logo

ગાંધીનગરમાં બનશે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી, જાણો કેટલા કરોડની થઈ ફાળવણી

2026-02-18 13:51:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં ​ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી.  જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી.

એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત થઈ હતી. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ  કરવામાં આવી હતી.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધેલ છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯% જેટલો વધારો થયેલ છે. જેના માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. ​દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્‍સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્‍સ આપવા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવશે.