Sun Mar 08 2026

Logo

થાણે અને વિરાર બુલેટ ટ્રેન સ્ટેશન બનશે સ્માર્ટ: સ્ટેશન વિસ્તારનો વિકાસ કરવામાં આવશે...

1 week ago
Author: sapna desai
Article Image

એમએમઆરડીએ જાપાનની મદદથી  સ્માર્ટ સ્ટેશન બનાવશે 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
:  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રના થાણે અને વિરાર બુલેટ ટ્રેન સ્ટેશન પરિસરની કાયાપલટ કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ લીધો છે.સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ અલોંગ ધ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કૉરિડોર (સ્માર્ટ-સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ અલોન્ગ ધ મુંબઈ-અમદાવાદ) અંતર્ગત થાણે અને વિરાર બુલેટ ટ્રેન સ્ટેશન પરિસરનો વિકાસ કરવામાં આવવાનો છે. તે માટે કેન્દ્ર સરકારના ગૃહનિર્માણ અને શહેરી વ્યવહાર મંત્રાલાય અને જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર (જાયકા)ની મદદથી તે માટે એમએમઆરડીએ દ્વારા ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવવાનો છે.

સ્માર્ટ પ્રોજેક્ટ  અંતર્ગત સ્ટેશન પરિસરમાં પ્રવાસીઓ માટે આવશ્યક તમામ સુવિધા  ઉપલબ્ધ કરવામાં આવવાની છે.નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મુંબઈથી અમદાવાદનું અંતર બેથી અઢી કલાકમાં પાર કરી શકાશે. બંને સ્ટેશન વચ્ચેના ૫૦૮ કિલોમીટરના રૂટ પર ૧૨ સ્ટેશન રહેશે, તેમાંથી  બીકેસી, થાણે, વિરાર અને બોઈસર સ્ટેશન આ ચાર બુલેટ સ્ટેશન મહારાષ્ટ્રમાં છે.

બુલેટ ટ્રેનનો પ્રોેજેક્ટ પૂરો થયા બાદ ટ્રેન  શરૂ થયા બાદ સ્ટેશન પરિસરમાં પ્રવાસીઓ માટે આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવાની મહત્ત્વની રહેશે. તે મુજબ બુલેટ ટ્રેન સ્ટેશન પરિસરમાં મુખ્યત્વે સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત પહેલા તબક્કામાં પ્રાયોગિક ધોરણે થાણે અને વિરાર સ્ટેશન પરિસરમાં વિકાસ કરવામાં આવવાનો છે. એ બાદ બીકેસી અને બોઈસર સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે એવું એમએમઆરડીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

થાણે અને વિરાર બુલેટ ટ્રેન સ્ટેશન પરિસરનો વિકાસ કેવી રીતે કરવો તે માટે તાજેતરમાં બીકેસીમાં આવેલી એમએમઆરડીએની ઓફિસમાં એક વર્કશોપ યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી વ્યવહાર મંત્રાલયના અને જાયકાના અધિકારી, નિષ્ણાતોએ વર્કશોપમાં હાજર રહ્યા હતા. સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત થાણે અને વિરાર સ્ટેશન પરિસરમાં પાર્કિંગ, રિક્ષા, ટેક્સી સ્ટેન્ડ અને બસ સ્ટોપ સહિત અન્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવવાની છે.