જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર અને મંગળની યુતિથી રચાતો 'મહાલક્ષ્મી રાજયોગ' અત્યંત મંગલકારી અને ધનલાભ કરવાનારો માનવામાં આવે છે. ગણતરીના કલાકોમાં જ આ ખાસ યોગ રચાઈ રહ્યો છે જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ સમયે આ રાશિના જાતકોને ધનલાભ થવાની સાથે સાથે ભાગ્યનો પણ સાથ મળી રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 16મી એપ્રિલ 2026ના રોજ ચંદ્રદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગ્રહોના સેનાપતિ મંગળ પહેલેથી જ બિરાજમાન છે. આ બે મિત્ર ગ્રહોનો મિલન ત્રણ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલી શકે છે. જ્યારે શીતળતાના પ્રતીક ચંદ્ર અને ઉર્જાના કારક મંગળ એકસાથે આવે છે, ત્યારે વ્યક્તિની આર્થિક સ્થિતિમાં અણધાર્યો સુધારો જોવા મળે છે. ચાલો જોઈએ કઈ છે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે મહાલક્ષ્મી રાજયોગ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે.
મીન:
મીન રાશિના જાતકો માટે મંગળ અને ચંદ્રની યુતિથી બની રહેલો આ મહાલક્ષ્મી રાજયોગ લાભ કરાવશે. આ યોગ તમારી જ રાશિમાં બની રહ્યો હોવાથી વિશેષ લાભ તમને મળશે. લાંબા સમયથી અટકી પડેલાં કાર્યો પૂરા થશે અને આત્મવિશ્વાસમાં અનેરો વધારો થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને કરિયરમાં પ્રગતિની મોટી તકો સાંપડશે.
મિથુન:
મિથુન રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમયગાળો ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ સાથે પ્રમોશન મળવાના પ્રબળ યોગ છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને ઈચ્છિત સફળતા મળશે. વેપારીઓ માટે નવા પ્રોજેક્ટ્સ અને નફાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે.
ધન:
ધન રાશિના જાતકો માટે મંગળ અને ચંદ્રની યુતિથી બની રહેલો મહાલક્ષ્મી રાજયોગ લાભદાયી રહેશે. આ સમયે તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને સાધનોમાં વધારો થશે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના સપના પૂરા થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આવક વધવાની સાથે ખર્ચ પર થોડો કાબૂ રાખવો જરૂરી છે, પરંતુ એકંદરે આ સમય આર્થિક રીતે સદ્ધર બનાવશે.