Mon Sep 07 2026

Logo

મધ્યપ્રદેશમાં રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

2026-06-11 16:13:00
Author: Chandrakant Kanoja
મધ્યપ્રદેશમાં રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

Image Credit : India TV News


ભોપાલ : મધ્યપ્રદેશમાં રાજયસભાની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમને રિટર્નિંગ ઓફિસરે પ્રમાણપણ આપી દીધું છે. જેમાં નામ પરત લેવાની સમય મર્યાદા પૂર્ણ થતાં ત્રણ બેઠકો માટે માત્ર ત્રણ જ ઉમેદવારો રહ્યા હતા. જે બિનહરીફ વિજેતા બન્યા છે. 

ફક્ત ત્રણ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા

રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ આજે 11  જૂન બપોરે 3 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ થયું હતું. જેના લીધે  ત્રણ બેઠકો માટે ફક્ત ત્રણ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા.  જેના કારણે ચૂંટણી નિર્વિવાદ બની હતી. ભાજપના તરુણ ચુઘ, રજનીશ અગ્રવાલ અને મહેશ કેવત આ બેઠકો પરથી રાજ્યસભામાં જશે.

રાજ્યસભા સાંસદોના સ્વાગત માટે તૈયારી 

જેની માટે હવે પાર્ટી કાર્યાલયમાં ભાજપના ત્રણ રાજ્યસભા સાંસદોનું સ્વાગત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ધારાસભ્ય પક્ષ સાથે મુલાકાત કર્યા બાદ  નવા ચૂંટાયેલા સાંસદો ભોપાલમાં ભાજપ  રાજ્ય કાર્યાલય પહોંચશે જ્યાં પ્રદેશ પ્રમુખ તેમનું સ્વાગત કરશે