જેરૂસલેમઃ ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ માર્યા ગયા છે એવી ખબરને લઈ હવે નેતન્યાહુએ પોતે એક વિડિયો જાહેર કરીને પોતે જીવીત હોવાનો દાવો કર્યો છે. તેઓ જીવીત છે અને સલામત છે એવી વાત સામે આવી છે. નેતન્યાહુની હત્યાના દાવાને લઈને એમના એક્સ પરના એકાઉન્ટ પરથી એક વિડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક કોફી શૉપ પર તેઓ કોફી પીતા અને વાતચીત કરતા જોવા મળ્યા હતા.
અફવાઓનો અંત
સોશિયલ મીડિયા પર જોરશોરથી ઉડેલી અફવાઓનું ખંડન થયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ વિડિયો જાહેર કરીને પોતે જીવીત હોવાની સાબિતી આપી છે. આ વિડિયો સામે આવતા કેટલીક અફવાનો અંત આવ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે, આ ખોટી અફવા હતી અને વડાપ્રધાન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અફવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે નેતન્યાહુનો એક પત્રકાર પરિષદનો વિડિયો જાહેર કરાયો હતો. આ વિડિયોમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વાતચીત થઈ રહી છે. કેટલાક સોશિયલ મીડિયાએ દાવો કર્યો હતો કે, નેતન્યાહુના હાથમાં છ આંગળીઓ દેખાઈ રહી છે,જેને એઆઈની ભૂલ દર્શાવાઈ હતી.
אומרים שאני מה? צפו >> pic.twitter.com/ijHPkM3ZHZ
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 15, 2026
વિડિયો તરફ ધ્યાન દોર્યું
કેટલાક લોકોએ ખાસ કરીને વિડિયોના 0:35 સેકન્ડના ભાગ તરફ ધ્યાન દોર્યું છે, જ્યાં નેતન્યાહુ હાથ ઊંચા કરતા દેખાય છે. યુઝર્સનો દાવો હતો કે નાની આંગળી પાસે એક વધારાનો ભાગ દેખાય છે, જેને તેમણે AI વિડિયો હોવાનો સંકેત ગણાવ્યો છે. આ દાવાને લઈને અમેરિકન રાજકીય ટિપ્પણીકાર કૅન્ડિસ ઓવેન્સએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રશ્ન ઉઠાવતા લખ્યું, “બિબી ક્યાં છે?” તેમણે વધુમાં પૂછ્યું કે પ્રધાનમંત્રીનું કાર્યાલય AI વિડિયો કેમ જાહેર કરી રહ્યું છે અને વ્હાઇટ હાઉસમાં ગભરાટ કેમ જોવા મળી રહ્યો છે?
દાવાની તપાસ કરવામાં આવી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના AI ચેટબોટ ગ્રોકએ આ દાવાની તપાસ કરીને જણાવ્યું કે બેન્જામિન નેતન્યાહૂના હાથમાં છ આંગળીઓ નથી. તેણે સ્પષ્ટ કર્યું કે વિડિયોમાં દેખાતો વધારાનો ભાગ હકીકતમાં હાથના કોણ, પડતી છાયા અથવા હથેળીની રચના કારણે બનતો ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. સત્તાવાર વિડિયો ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે તેમના બંને હાથમાં સામાન્ય રીતે પાંચ-પાંચ આંગળીઓ જ છે.