Fri Apr 17 2026

Logo

ફોકસઃ હોઠની ખૂબસૂરતી તમારા જ હાથમાં

2026-04-09 11:57:00
Author: Zubayda Valiani
Article Image

 

ઝુબૈદા વલિયાણી

ટિપ્સ ફોર લિપ્સ
જો આપે ડાર્ક રંગની લિપસ્ટિક લગાવી હોય અને તમે તેને કાઢી નાખવા ઈચ્છતા હો, પરંતુ ડર હોય કે તેને કાઢતાં ચહેરાનો બેસ મેકઅપ ખરાબ ન થઈ જાય, તો થોડુંક વેસેલિન ભેળવીને હોઠો પર લગાવીને ઘસો, જેથી પહેલાવાળી લિપસ્ટિક નીકળી જશે અને આપના ચહેરાનો મેકઅપ પણ નહીં બગડે.

જો હોઠોને મોઈશ્ચરાઈઝ કરવાની જરૂર હોય તો એક વિટામિન ‘ઈ’ની કૅપ્સૂલ તોડીને તે પ્રવાહીને હોઠો પર ઘસો, જેથી હોઠોને ભેજની સાથોસાથ પોષણ પણ મળશે અને હોઠ ચમકીલા પણ બનશે.
કેટલીક વાર મેટ લિપસ્ટિક હોઠો પર લગાવ્યા પછી ધબ્બાવાળી (પેચી) દેખાય છે એ માટે લિપસ્ટિક લગાવ્યા પછી જેતુનના તેલને હળવે હાથે હોઠ પર લગાવી લિપસ્ટિકને બરોબર ફેલાવો. (પૂરક માહિત: શિવાલી, અસ્મિતા)
લિપસ્ટિક હોય કે ગ્લૉસ, એની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે તે લાંબા સમય સુધી ટકાઉ હોય.

- આજકાલ બજારમાં એવી બ્રાન્ડ ઉપલબ્ધ છે જે લાંબા સમય કે 8-9 કલાક સુધી ટકી રહેવાનો દાવો કરે છે.
તમે ઈચ્છો તો એવી લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો.
જો આપનો સ્કિન ટૉન ફૅર (ગૌર) હોય તો ક્યારેય પણ ડાર્ક લિપસ્ટિકની પસંદગી ન કરો.
ગોરા રંગ પર લાઈટ રંગ જ સારા લાગે છે. એવી રીતે શ્યામ. કાળા કે ઘઉંવર્ણ રંગ પર ડાર્ક રંગની લિપસ્ટિક જેવી કે રેડ (લાલ) પ્લમ કે ડાર્ક બ્રાઉન શેડ્સ વધુ મૅચ કરે છે.

‘મુંબઈ સમાચાર’ પત્રની અત્યંત લોપ્રિય પૂર્તિમાંની લાડકી પૂર્તિની વાચક બહેન-દીકરીઓ આપના હોઠના શેડથી બે શેડ લાઈટ અને બે શેડના ડાર્કની પસંદગી ક્યારેય ન કરો. એમાંય જો જો તમે દિવસના સમયે મેકઅપ કરી રહ્યાં હોય તો એ વાતનું સવિશેષ ધ્યાન રાખો. ફૉર્મલ પ્રસંગ માટે સેમિ પરમેનેન્ટ (લાંબા સમય સુધી ટકે તેવી લિપસ્ટિક)ની પસંદગી કરો.

લિપસ્ટિકનો શેડ પસંદ કરતી વખતે તમારા હોઠના આકારને ધ્યાનમાં રાખીને પસંદ કરો. જો આપના હોઠ મોટા હોય તો લિપસ્ટિકનો શેડ ડાર્ક અર્થાત્ ઘેરો પસંદ કરો, કેમ કે લાઈટ શેડથી હોઠનો આકાર વધુ મોટો દેખાશે, જ્યારે ડાર્ક શેડથી હોઠ પાતળા દેખાશે.
લિપગ્લૉસ અને શિમરી લિપસ્ટિક લગાવવાથી હોઠોનો આકાર મોટો લાગે છે, જ્યારે મેટી શેડ્સથી હોઠોનો આકાર પાતળો દેખાશે.
જો આપનો નીચેનો હોઠ પાતળો હોય તો લિપસ્ટિક લગાવ્યા પછી હોઠના એકદમ વચમાં સિલ્વર કે ગોલ્ડ ટચથી હાઈલાઈટ કરો, જેનાથી હોઠ મોટા દેખાશે.

લિપસ્ટિક લગાવતાં પૂર્વે હોઠો પર સનસ્ક્રિન લગાવવું ભૂલશો નહીં.
જો તમારા હોઠ ફાટેલા હોય તો કોઈ પણ શેડ આપના હોઠોને ખૂબસૂરત બનાવી શકતો નથી!
એટલા માટે હંમેશાં હોઠોને મોશ્ચરાઈઝ કરતા રહો.
ઓરેન્જ અને રેડ લિપસ્ટિકથી દાંતોનું પીળાપણું ઊભરી આવે છે.
મેટ લિપસ્ટિક,
ગ્લૉસી લિપસ્ટિકની તુલનામાં વધુ સમય ટકે છે.

કોઈ અન્ય વ્યક્તિ પર ખૂબસૂરત દેખાતો શેડ જોઈને જ તમે તમારા માટે એ શેડની લિપસ્ટિક ખરીદવા તૈયાર ન થઈ જશો, કેમકે સ્કિનટૉન અનુસાર લિપસ્ટિકના શેડની અસર પણ દરેક ચહેરા પર અલગઅલગ થાય છે. શક્ય છે કે સામેવાળી વ્યક્તિ પર સુંદર લાગતો શેડ તમારા પર સુંદર ન પણ લાગે.

લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે એટલા માટે એકવાર લિપસ્ટિક લગાવ્યા પછી હોઠો પર બ્લોટિંગ પેપર મૂકો પૂછી ફરીથી લિપસ્ટિક લગાવો જેથી લિપસ્ટિક વધુ સમય સુધી ટકી રહેશે અને રંગ પણ પહેલાં કરતાં સારો આવશે.

હોઠોને પેન્સિલથી આઉટલાઈન કર્યા પછી તેને હોઠો પર પણ લગાવો.
જો આપે હોઠો માટે લિપસ્ટિક વાપરી હોય તો પણ આઉટલાઈન કરો છો તે પેન્સિપલનો ઉપયોગ કરો, એનાથી હોઠોનો રંગ આઉટલાઈનથી વધુ અલગ નહીં દેખાય.
જ્યારે પણ લિપ પેન્સિલ લગાવો, તેને તીક્ષ્ણ અવશ્ય કરો જેથી હોઠોને સારો આકાર મળશે અને હોઠ ખૂબસૂરત દેખાશે.
                                                                          
મલકાટ
- સંજુ : અરે બિરજુ, તારે તો ઘરકામ કરવાવાળી બાઈ (નોકરાણી) છે તો પછી તું કેમ વાસણ ધોઈ રહ્યો છે?
- બિરજુ : અરે ભાઈ સંજુ, થોડા દિવસ પહેલાં જ મેં એ નોકરાણી બાઈ સાથે લગ્ન કરી લીધાં છે.