Mon Jul 27 2026

Logo

લલિત મોદીએ કર્યો નવો ધડાકોઃ સુષ્મિતા સેના સાથે બ્રેકઅપને લઈ કર્યો ખુલાસો

2026-06-02 14:54:00
Author: Mayur Patel
Article Image

સુષ્મિતા સેનને 'ગોલ્ડ ડિગર' કહેનારાઓને આપ્યો જવાબ; સંબંધોના અંત પરથી હટાવ્યો પડદો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લાગી (IPL)ના પૂર્વ ચેરમેન અને બિઝનેસમેન લલિત મોદી ફરી ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીએ પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેનાને સ્પેશિયલ ગણાવી છે, જ્યારે એક્ટ્રેસ પર લગાવવામાં આવેલા ગોલ્ડ ડિગર (પૈસા લઈને સંબંધ બનાવવના) આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે તે મારા માટે ખાસ હતી. લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની રિલેશનશિપને લઈ નવો ખુલાસો કર્યો છે તેમ જ સંબંધ તૂટવા અંગેનું કારણ પણ જણાવ્યું હતું. લલિત મોદીએ સૌથી મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે, 'સુસ'ના ખર્ચ કરનારો બોયફ્રેન્ડ (કેપ્ટ બોયફ્રેન્ડ) હતો.

એક ઈન્ટરવ્યૂમાં લલિત મોદીએ સુષ્મિતા સેને પોતાની જિંદગીના સૌથી જરૂરી લોકો પૈકીની એક ગણાવી હતી તેમ જ બ્રેકઅપમાં બંને વચ્ચેના લાંબા અંતરે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો ખુલાસો કર્યો હતો. લલિત મોદી અનુસાર બંને વચ્ચે કોઈ ડ્રામેટિક બ્રેકઅપ નહોતું થયું, પરંતુ ધીમે ધીમે બંનેની જિંદગી અલગ દિશામાં આગળ વધી હતી. સુષ્મિતા ભારતમાં અને હું લંડનમાં રહેતો હતો.

સુષ્મિતા મારા માટે ખાસઃ લલિત મોદી
આ ઉપરાંત લલિત મોદીએ કહ્યું, સુષ્મિતા મારા માટે ખાસ હતી. તેને અનેક રીતે મને મેચ્યોર થવામાં મદદ કરી હતી. તે મારી જિંદગીનો મહત્વનો હિસ્સો હતી અને આગળ પણ હોત પરંતુ અમારા બંને વચ્ચે ખૂબ અંતર હતું. તેનું કરિયર ભારતમાં હતું અને મારી લાઈફ લંડનમાં હતી. પરંતુ અમારો સંબંધ ખૂબ જ ખાસ હતો અને તેની સાથેની પ્રેમાળ યાદો મારા દિલમાં છે. તે આજે પણ મારી સારી મિત્ર છે. તે એક અદભૂત મહિલા છે અને તેણે તેની બે દીકરીઓ માટે જે કંઈ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. તે ખૂબ ખાસ મહિલા છે.

સિંગલ મધર હોવા છતાં ઘણું હાંસલ કર્યું
લલિત મોદીએ આગળ જણાવ્યું કે તેના માતા-પિતા પણ ખૂબ ખાસ છે.  એક સિંગલ મધર હોવા છતાં જીવનમાં ખૂબ હાંસલ કર્યું છે. જે રીતે તે પ્રગતિ કરી રહી છે તે જોઈને હું દંગ રહી ગયો છું. 

હું તેના ખર્ચે જીવતો  બોયફ્રેન્ડ હતોઃ લલિત મોદી
લલિત મોદીએ સુષ્મિતાની ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી વિશે વાત કરતા કહ્યું, સુષ્મિતા એક ખૂબ જ સુંદર, સફળ અને પોતાના દમ પર બનેલી મહિલા છે. સાચું કહું તો, મારા ઓળખીતાઓમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેની પાસે સુષ્મિતા કરતાં વધુ ડાયમંડ્સ હશે. તેણે આ બધું જાતે કમાયું છે, તેમના તો પોતાના ડાયમંડના સ્ટોર પણ હતા. લોકો તેમને લાલચુ કહી રહ્યા હતા, જે બિલકુલ ખોટું હતું. 

તેણે આ બધું પોતાના દમ પર હાંસલ કર્યું છે. એવું ક્યારેય નથી બન્યું કે હું સુષ્મિતા સાથે બહાર ગયો હોઉં અને મારે કોઈ વસ્તુની પેમેન્ટ કરવી પડી હોય. તેમણે દરેક વસ્તુની પેમેન્ટ કરી છે. હું એક રીતે તેના ખર્ચે જીવનારો બોયફ્રેન્ડ હતો. તેથી સુષ્મિતા એક પ્રાઉડ વુમન છે, અને હું આ વાત ખૂબ જ ખુશીથી કહી રહ્યો છું, તે એક અસાધારણ મહિલા છે, સેલ્ફ-મેડ લેડી છે, અને તે ક્યારેય કોઈની પાસેથી કંઈ લેશે નહીં.

બંનેના સંબંધનો કેવી રીતે અંત આવ્યો હતો?
આ સંબંધ પહેલીવાર જુલાઈ 2022માં ત્યારે સામે આવ્યો હતો. લલિત મોદીએ સુષ્મિતા સાથે વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરો વાયરલ થઈ ગઈ અને કેટલાય દિવસો સુધી ગૂગલ પર ટ્રેન્ડ કરતી રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ તેમના સંબંધો વિશે જાતજાતના અંદાજો લગાવી રહ્યા હતા અને આ ‘અનએક્સપેક્ટેડ’ જોડી પર ચર્ચા કરી રહ્યા હતા.

સુષ્મિતાએ ક્યારેય તસવીરો હટાવવા માટે નહોતું કહ્યું
લલિત મોદીએ એવો પણ ખુલાસો કર્યો કે સુષ્મિતા સેનને ખબર હતી કે તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી રહ્યા છે અને તેમને આની સામે કોઈ વાંધો  નહોતો. તેમના જણાવ્યા અનુસાર, તસવીરો પોસ્ટ કર્યા પછી સુષ્મિતાએ ક્યારેય તેમને હટાવવા માટે નહોતું કહ્યું, મેં આ બધું તેમની સામે જ કર્યું હતું. તેમને અંદાજો જ નહોતો કે હું આવું કરીશ.