Thu Jun 18 2026

Logo

ઈરાને હવે કુવૈતની લશ્કરી છાવણી પર મિસાઈલથી કર્યો હુમલો: 10 સૈનિક ઘાયલ

2026-03-29 22:03:13
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અખાતી દેશમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. કુવૈત સૈન્ય કેમ્પ પર મિસાઈલ મારો થયો છે. કુવૈતની આર્મીએ જણાવ્યું હતું કે, સૈન્ય કેમ્પ પર થયેલા હુમલામાં 10 સૈનિકોને ગંભીર ઈજા પહોંચી છે. આ સાથે ઈઝરાયની કંપની ADAMAનું એવું કહેવું છે કે, ઈઝરાયલના કેમિકલ પ્લાન્ટ ઉપર પણ મિસાઈલ મારો અથવા અન્ય વસ્તુથી હુમલો કરાયો છે, જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.

ઈઝરાયલ કરી રહ્યું છે મોટો હુમલા
ઈરાન સાથેની લડાઈમાં અમેરિકા અને ઈઝરાયલ વારાફરથી હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલની કંપનીએ આ અંગેની જાણકારી આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, સાઉથ ઈઝરાયલમાં  સ્થિત મખ્તેશિમ પ્લાન્ટ પર કોઈ ઈરાની મિસાઈલથી હુમલો થયો છે અથવા મિસાઈલના કોઈ કાટમાળથી હુમલો કરાયો છે. આ પ્લાન્ટ ચીનની માલિકી ધરાવતા સિંજેંટા ગ્રૂપનો એક ભાગ છે. બીજી તરફ આ યુદ્ધને રોકવા માટે કુટનીતિક પ્રયાસો થઈ રહ્યા છે. આ કડીમાં તુર્કી, સાઉદી અરેબિયા, મિસર અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓએ બે દિવસીય બેઠક યોજી હતી. આ બેઠક પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાઈ હતી. કેટલાક અધિકારીઓ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત શરૂ કરવાની દિશામાં મોટા પગલાં તરીકે એક સફળ પ્રયાસ માની રહ્યા છે. 

પાકિસ્તાન હવે મધ્યસ્થીના મૂડમાં
પાકિસ્તાન હવે આ યુદ્ધ વચ્ચે મધ્યસ્થી કરવાના મૂડમાં છે.પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન સાથે 90 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી. છેલ્લા પાંચ દિવસમાં ઈરાની નેતા સાથે આ બીજી વાતચીત છે. અધિકારીઓએ જણાવ્યું કે, વાતચીતમાં મિડલ ઈસ્ટ પર તણાવગ્રસ્ત માહોલ ઓછો કરવા પર ભાર મૂકાઈ રહ્યો છે. બન્ને તરફથી વિશ્વાસ મજબૂત કરવા પર પ્રયાસ થઈ રહ્યા છે. 

અમેરિકા પર દાવો કરાયો
ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા સાથે ગત પરમાણું વાર્તા દરમિયાન ઈરાન પર બે વાર હુમલા કરી દીધા છે, જે યોગ્ય નથી.આવો વિરોધાભાસ યોગ્ય નથી. એકબાજું વાતચીતનો મુદ્દો છે બીજી તરફ હુમલા. આ પરથી અમેરિકાનો ઈરાદો સ્પષ્ટ થાય છે. હવે ઈરાનની આશંકા મજબૂત થઈ રહી છે. ઈરાને કહ્યું કે, વાતચીત પર વિચાર કરતા પહેલા વિશ્વાસની આવશ્યકતા છે. 

તુર્કી અંદર ખાન કામ કરી જશે?
નોંધનીય છે કે ઇસ્લામાબાદમાં હાલમાં ચાલી રહેલી આ બેઠક અચાનક સુનિશ્ચિત થઈ ન હતી. તેના બદલે, તે એક પહેલનું વિકસિત સ્વરૂપ રજૂ કરે છે જેની ચર્ચા આ મહિનાની શરૂઆતમાં રિયાધમાં મુસ્લિમ અને આરબ રાષ્ટ્રોના એક મોટા મેળાવડા દરમિયાન કરવામાં આવી હતી. તે પહેલ હવે ચાર-રાષ્ટ્રીય રાજદ્વારી ચેનલમાં મજબૂત થઈ ગઈ છે, જ્યાં પાકિસ્તાન ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પ્રાથમિક મધ્યસ્થીની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ ​​બેઠક તુર્કીની રાજધાની અંકારામાં યોજાવાની યોજના હતી, જોકે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંદેશાઓના આદાન-પ્રદાનને સરળ બનાવવામાં પાકિસ્તાનની વધતી જતી સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેને ઇસ્લામાબાદ ખસેડવામાં આવી હતી. ચીને પાકિસ્તાનના મધ્યસ્થી પ્રયાસોને ટેકો આપ્યો છે, ઈરાનને આ રાજદ્વારી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.